________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૯
રહ્યાં છે. વાજિંત્રો વગાડાઈ રહ્યાં છે. તેના અવાજથી આજે આ નગર મોહાલ્વ એવા મૂઢ જીવોને રમણીય-મનોહર લાગે તેવું બન્યું છે. લગ્ન આદિ વિશિષ્ટ પ્રસંગના કારણે ચારે તરફ એટલી બધી શોભા કરી છે કે જાણે આજે આ નગર એક દેવલોક સમાન બની ગયું હોય એવી દેવલોકની શોભાને ધારણ કરનારું આ શહેર મનોહર-રમણીય હોય એવું રાગી જીવોને દેખાય છે. તે નગર તરફ આચાર્ય મહારાજ તથા અન્ય નિર્ગસ્થ મુનિઓ આવ્યા. આ નગરની શોભા સંદરતા આદિ જોઈને તે આચાર્યશ્રી શ્રમણ-નિર્ગસ્થ મુનિઓને આવા પ્રકારનો ઉપદેશ આપે છે -
भो भो निग्गंथा ! अज्जं एयम्मि नयरे मोहधाडी निवडिया । तेण एए कहंति लोगा उच्छलंति भओविग्गा । ता अप्पाण न जुज्जई इत्थ पवेसो । मा कोवि घायविहलो हविज्जाहि । पासबद्धा लोगा अणुकंपणिज्जा, मोहसुरामत्ता नो उवएसजुग्गा । अग्गे निग्गच्छह । ता साहवो भणंति-चारु कहियं, मोहासयपुढे विसयपत्ते खित्ते गमणं न जुज्जई । इय वेरागपरा विहरन्ति । तेणं आयसुहट्ठियाणं गामनगराई वेरग्गकारणं હેવડું રૂતિ રૂા
અરે અરે હે નિર્ગળ્યમુનિઓ ! આજે આ નગરમાં (લોકોની લુંટફાટ કરવા માટે) મોહરાજાની ધાડ પડી છે. મોહરાજાનું સૈન્ય આજે આ ગામમાં તુટી પડ્યું છે. તે કારણથી જ આજે આ ગામના લોકો ભયથી થરથર કંપતા ઉગ દશાને પામ્યા છતા ઘણા જ ઉછળે છે. ભાગાભાગ-કુદાકુદ કરે છે. (લગ્નમાં વરઘોડા આદિની અંદર જે નાચે છે તેને તત્ત્વજ્ઞ આચાર્યમહારાજશ્રી આ રીતે મોહની ધાડ પડી છે અને લોકો ભયથી કૂદાકૂદ કરે છે એમ ઘટાવે છે). ચારે તરફ મોહરાજા લોકોને ઘેરી વળ્યો છે. માટે આપણા લોકોને આ ગામમાં પ્રવેશ કરવો ઉચિત નથી. આપણામાંના કોઈ મુનિ મોહરાજાના ઘાતથી વિહલ ન થઈ જાય તે માટે અર્થાત્ મોહરાજાના પંજામાં ફસાઈ ન જાય તેટલા માટે અહીં નગરપ્રવેશ કરવો ઉચિત નથી.
જેમ સરકારી કર્મચારીઓ (પોલીસો) ચોર-લુંટારા-ખુની લોકોને હાથકડીથી બાંધીને લઈ જતા હોય અને મારતા હોય ત્યારે તે ગુન્હેગાર હોવાથી આપણે તેને છોડાવી શકતા પણ નથી અને માર ખાતા જોઈ શકતા પણ નથી. ફક્ત અનુકંપા માત્ર જ કરી શકીએ છીએ તે જ રીતે મોહરાજાની જાળથી બંધાયેલા અને આત્મતત્ત્વનું ભાન ભૂલી ગયેલા આ ગામના લોકો માત્ર અનુકંપા જ કરવા યોગ્ય છે. હાલ આ લોકો મોહરાજાએ પીવરાવેલી મદિરાના કેફથી મસ્ત છે. ભાન ભૂલેલા છે માટે ઉપદેશ પણ સાંભળે તેમ નથી તે કારણે ઉપદેશ આપવો પણ યોગ્ય નથી. આપણે આગળ ચાલીએ.