________________
૫૫૮ તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર દીન થયેલા (લાચાર-ગરીબડા બનેલા) હીન થયેલા (શક્તિ વગેરેથી શૂન્ય થયેલા) દુઃખી થયેલા જીવો એક જ માત્ર ઈન્દ્રિયવાળા (અલ્પચૈતન્યમાત્રના આવિર્ભાવવાળા) ભાવને પામેલા, હમણાં કોઈક અમારો ઘાત કરશે એમ સમજીને થર થર કંપતા, મોહરાજાના મહાન સૈન્ય વડે હણાયેલા, અતિશય દુઃખી દુઃખી થયેલા, કોઈપણ જાતનું સંરક્ષણ નથી જેઓને તેવા, કોઈપણ જાતનું શરણ નથી જેઓને તેવા, જન્મ-મરણાદિનાં દુઃખોની જ પરંપરાને પામેલા, અરે ખરેખર વાસ્તવિકપણે અનુકંપા કરવા યોગ્ય આ જીવો છે. તથા મન, શ્રવણેન્દ્રિય (કાન), નયનેન્દ્રિય (ચક્ષુ) આદિ ઈન્દ્રિયોની શક્તિ વિનાના દુઃખી એવા આ જીવો ઉપર કોણ કરુણા કરે ? લગભગ બધા જ જીવો તેનો ઉપભોગ કરે છે. માત્ર એક આ તત્ત્વદૃષ્ટિવાળો જીવ જ અનુકંપા કરે છે. અર્થાત્ લગભગ ભોગદૃષ્ટિવાળા સર્વે પણ સંસારી જીવો તેની હત્યા કરે છે. માત્ર એક જ વ્યક્તિ કે જે તત્ત્વદૃષ્ટિવાળો છે તે જ આવા દુઃખી જીવો ઉપર દયા કરે છે, જયણા પાળે છે. તેની હિંસાનો ત્યાગ કરે છે. આ ખીલેલી વનસ્પતિનો ઉપભોગ કરનારા ઘણા જીવો છે, તેની સુરક્ષા કરનારો કોઈ એક જીવ માત્ર જ છે. આ પ્રમાણે કહીને વધારે વધારે ઉત્પન્ન થયો છે સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યનો પરિણામ જેમને એવા આ આચાર્યમહારાજા આગળ આગળ ચાલ્યા. ત્યાંથી વિહાર કર્યો, તેમની સાથેના તે નિર્ઝન્થમુનિઓ પણ જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનનાં સાધનોની આશાતના આદિ જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધનમાં જે જે કારણો છે તેને ચિંતવતા અને તે કારણોની દુર્ગછા કરતા છતા “આ એકેન્દ્રિય જીવોએ પૂર્વભવોમાં કેવી કેવી આશાતનાઓ કરી કરીને કર્મો બાંધ્યાં છે? જે હાલ ઉદયથી ભોગવી રહ્યા છે” તેના જ કારણે દીન, દુઃખી, અત્રાણ અને અશરણ બન્યા છે. આવી આવી વિચારણા કરતા અને જ્ઞાનાદિની આશાતના રૂપ બંધનાં કારણોની દુર્ગછા-નિંદા કરતા છતા તે મુનિઓ પણ આગળ આગળ વિહાર કરે છે.
તથા તે નિર્ચન્દમુનિઓ મનમાં આવા પણ વિચારો કરે છે કે અહાહા ! આ સંસારમાં કોઈ વિશિષ્ટ તત્ત્વજ્ઞ જેવો દેખાતા નથી, લગભગ બધા જ જીવો મોહાન્ધ થયા છતા દીન દુઃખી જ દેખાય છે. એક આત્મા બીજા આત્માને હણે છે. મોહ-મદિરામાં મસ્ત થઈને નિરંતર પોતાના આત્માના ગુણોનો નાશ કરે છે. રમણીય દેખાતા એવા પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રમે છે અને મુક્તિ અપાવનારા, સંસારસાગરથી તારનારા એવા જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ આત્મગુણોનો ત્યાગ કરે છે. આ ઘણા જ દુઃખની વાત છે તથા દયાપાત્ર આ જીવો છે. આવા આવા વિચારો કરતા કરતા આગળ જાય છે. ત્યાં એક મહાનગર (મોટું શહેર) આવ્યું.
આ શહેરમાં આજે કોઈ લગ્નાદિના ઉત્સવનો પ્રસંગ છે. તેના કારણે સર્વત્ર સુંદર, મનોહર શોભા-શણગારથી નગરને શોભાવવામાં આવ્યું છે. અનેક પ્રકારનાં સંગીત ગવાઈ