________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
૪૭૫
ભાવાત્મક (અસ્તિત્વસ્વરૂપ-સત્તાસ્વરૂપ) નિશ્ચય વડે સામાન્ય દ્વારા અભેદભાવે ગ્રહણ કરાયેલા પદાર્થોનું (સંગ્રહનયે અસ્તિત્વધર્મની અપેક્ષાએ જે પદાર્થોનું એકીકરણ કર્યું છે તે પદાર્થોનું) વિધિપૂર્વક ભિન્ન ભિન્ન અવસ્થાઓ વગેરે પર્યાયોને આશ્રયી ભેદ કરવા દ્વારા વસ્તુઓનો વિભાગ કરવો - પૃથક્કરણ કરવું, તે તે ધર્મની પ્રવૃત્તિના વિષયવાળું ભિન્ન ભિન્ન જ્ઞાન કરવું વ્યવહારનય કહેવાય છે. વિવક્ષિત એવા વિશિષ્ટ ધર્મને આશ્રયી વસ્તુઓનો ભેદ કરવો, વિભાગ કરવો તે વ્યવહારનય જાણવો. મનુષ્યત્વધર્મથી સમાન જણાતા સર્વે પણ મનુષ્યોમાં બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્રત્વ ધર્મની અપેક્ષાએ માનવમાનવમાં જે ભેદ કરવો તે વ્યવહારનય કહેવાય છે. સર્વે પણ પદાર્થો જે જે રીતે વ્યવહારના વિષય બને છે, તે તે રીતે સર્વે પણ પદાર્થો સંસારમાં પૃથક્ષણે રહેલા છે.
આ ઘટ છે, આ પટ છે, આ ઉદક (પાણી) છે. આમ ઘટ-પટ-ઉદકાદિ સ્વરૂપે ભેદ સાંભળવાથી ભલે સર્વે ઘટ ઘટપણાના સામાન્યથી યુક્ત હોય, સર્વે પટ પટપણાના સામાન્યથી યુક્ત હોય અને સર્વે ઉદક ઉદકપણાના સામાન્યથી યુક્ત હોય તો પણ સત્તા નામના મહાસામાન્ય અને દ્રવ્યત્વ નામના અવાન્તર સામાન્ય વગેરે આવા પ્રકારના સામાન્યાન્તરનો સંબંધ ત્યજીને બોલાતા અને સંભળાતા એવા ઘટ-પટ-ઉદકાદિ રૂપ પોત પોતાના સામાન્યને અનુકુલ જ વસ્તુનું ગ્રહણ સ્વીકારવું જોઈએ.
ઘટ-પટ-ઉદક ભલે સત્તાસામાન્ય કે દ્રવ્યત્વ સામાન્યવાળા છે. પરંતુ ઘટાદિ જોઈને આ સત્તા છે, આ દ્રવ્ય છે આવો વ્યવહાર કોઈ કરતું નથી. પરંતુ આ ઘટ છે, આ પટ છે, ઈત્યાદિ જ વ્યવહાર કરે છે. માટે મહાસામાન્યને છોડીને પોતાને અનુકૂલ એવા સામાન્યનો વ્યવહાર કરવા દ્વારા વસ્તુ-ગ્રહણ સ્વીકારવું જોઈએ. જો આવું વસ્તુ-ગ્રહણ થતું હોવા છતાં આમ ન સ્વીકારીએ, અને સર્વથા વસ્તુનો વ્યપદેશ વિશેષ ધર્મ વડે જ અભિવ્યંગ્ય છે. તથા તેવા તેવા વિશેષ ધર્મ વડે અભિવ્યંગ્ય પદાર્થ જ તે તે રૂપે જણાય છે. આમ જો માનીએ તો આ ઘટ છે, આ પટ છે અને આ ઉદક છે આમ ઘટ-પટઉદકાદિ કોઈપણ એક પ્રકારનો ભેદ સંભળાયે છતે સર્વ પ્રકારના ભેદવાળા પદાર્થની એક રૂપે પ્રતીતિ થવાનો પ્રસંગ આવે. એટલે કે ઘટના અન્તિમ વિશેષ વડે ઘટનો, પટના અન્તિમ વિશેષ વડે પટનો અને ઉદકના અન્તિમ વિશેષ વડે ઉદકનો અનુભવ થવાનો પ્રસંગ આવે અને જો આમ થાય તો હાલ સર્વે જીવોને ઘટનો ઘટ તરીકે, પટનો પટ તરીકે અને ઉદકનો ઉદક તરીકે જે બોધ થાય છે તથા તેવી તેવી લેવડ-દેવડ અને શ્રવણાદિ વ્યવહાર જોવા-જાણવા મળે છે તે સર્વેના અભાવનો પ્રસંગ આવે.