________________
૪૭૪
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
જેમ ઘટનું સ્વરૂપ ભવન સ્વરૂપથી અભિન્ન છે, માટે ભિન્ન નથી. તેમ આ વિશેષો પણ ભવનથી (સત્તાથી) અનર્થાન્તર છે. જો ઘટ-પટ-મઠ ઈત્યાદિ વિશેષોને ભવનથી (સત્તાથી) અર્થાન્તર માનો તો તે વિકલ્પો (વિશેષો) આકાશ-પુષ્પાદિની જેમ સર્વથા અસત્ જ થઈ જાય, કારણ કે સત્તાથી ભિન્ન માન્યા માટે સત્ નથી. અને જો સત્તાથી ભિન્ન હોવા છતાં પણ તે વિકલ્પોને સત્ માનીએ તો પછી અસ્તિત્વ વિનાના એવા રાસભ-શૃંગ આદિ વસ્તુઓને પણ સન્ માનવાની આપત્તિ આવે.
સારાંશ કે વિકલ્પોને (વિશેષોને) ભવનથી (અસ્તિત્વથી) અર્થાન્તર માનો તો આકાશપુષ્પની જેમ અસત્ થાય અને આ જ વિશેષોને ભવનથી અનર્થાન્તર (અભિન્ન) માનીને સત્ માનવા જાઓ તો જેમ ઘટ-પટાદિ વિશેષો અનર્થાન્તર હોવાથી સત્ મનાય છે તેમ રાસભ-શૃંગાદિ પણ ભવનથી અનર્થાન્તર માનવાથી સત્ માનવાની આપત્તિ આવશે. આવા પ્રકારની માન્યતાની પ્રધાનતાવાળા જ નીચેના દર્શનવાદો છે. (૧) સર્વ વસ્તુ નિત્ય જ છે. (૨) સર્વ વસ્તુઓ એકરૂપ જ છે. (૩) સર્વે વસ્તુઓ કારણમાત્ર જ છે. (૪) સર્વે વસ્તુઓ કાળથી જ થાય છે. (૫) સર્વે વસ્તુઓ ઈશ્વરજન્ય જ છે. (૬) સર્વે વસ્તુઓ સ્વભાવજન્ય જ છે. ઈત્યાદિ માન્યતાવાળાં જે જે દર્શનો છે. તે તે આ નયના આગ્રહવાળાં છે.
આ સંગ્રહનય દ્રવ્યાસ્તિકનયના જ ભેદ-પ્રભેદરૂપ છે. સર્વ જીવોની એકતા (સમાનતા), સર્વ અજીવોની એકતા (સમાનતા), યોગ્યતા માત્રવાળાં સદ્દવ્ય અને ઉપચરિત દ્રવ્યોની એકતા તથા ભિન્ન-ભિન્ન પ્રકારે અભેદાદિના વિષયથી આ નય અનેક ભેદવાળો છે. સંગ્રહનયની દૃષ્ટિ અભેદ તરફ, એકતા તરફ છે. તેથી જ ઘટ-પટ-મઠ આદિ વિશેષોને આ નય ધ્યાનમાં લેતો નથી. ભેદ તરફ ઉપેક્ષા ભાવ જ સેવે છે. આ પ્રમાણે સંગ્રહનય સમજાવ્યો. હવે વ્યવહારનય સમજાવે છે.
भावनिश्चयसामान्याभेदसङ्गृहीतानां विधिपूर्वकावस्थादिभेदेन विभजनं -भेदकरणलक्षणं तत्तद्धर्मप्रवृत्तिभिन्नज्ञानरूपः व्यवहारः । यदि घटादिभेदश्रुत्या स्वसामान्यानुबद्धस्य निरस्तसामान्यान्तरसम्बन्धस्य श्रूयमाणत्वानुगुणमेव ग्रहणं न स्यात् । किन्तु सर्वव्यपदेशविशेषाभिव्यङ्ग्यो भाव एव तेन तेन रूपेणाभिव्यज्यते । ततो घटाद्यन्यतरभेदश्रुतौ सर्वरूपभेदभावप्रतीतिप्रसङ्गः । ततश्च घटपटोदकादिरूपव्यतिकरभावप्रसङ्गः । उपदेशक्रियोपभोगापवर्गव्यवस्थादीनां चाभावात्सर्वसंव्यवहारोच्छेदः । सर्वविशेषव्याकरणे च निर्निबन्धनभवनाभावाद् भावाभाव एव ।