________________
૨૮૬
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
તથા બીજું કારણ એ છે કે પ્રાપ્ત થયેલા ગુણોથી આત્મા પતન ન પામે તે માટે એટલે કે અપ્રતિપાત માટે પણ સત્યવૃત્તિરૂપ ધર્મક્રિયા કરવી જોઈએ. સત્યવૃત્તિ રૂપ ધર્મક્રિયાના આલંબન વિનાનો જીવ આત્માની સાધક અવસ્થામાં ટકી શકવાને અસમર્થ બને છે. કારણ કે પ્રાપ્ત થયેલી વીર્યશક્તિ ચપલતાવાળી હોય છે એટલે કે ચંચળ હોય છે. શુભક્રિયા ન હોય તો તેવી વીર્યશક્તિ તુરત જ અશુભક્રિયા કરવા લાગે છે. સ્વાધ્યાય, સત્સંગ અને વ્યાખ્યાનશ્રવણ આદિ જો ઉત્તમ ધર્મ અનુષ્ઠાન ન હોય તો આ જીવ તુરત જ અર્થ-કામની કથામાં જોડાઈ જાય છે. ઉત્તમ વિચારો મનમાં ન લાવીએ તો પાંચ ઈન્દ્રિયોના સુખ-દુઃખના વિચારો અનાદિ-અભ્યાસના કારણે આવી જ જાય છે. તેથી સત્યવૃત્તિરૂપક્રિયાવાળા આત્માનું તે વીર્ય મન-વચન અને કાયા દ્વારા સમ્યગ્રક્રિયામાં જો જોડાયું હોય તો આત્માનું નીચે પતન થવા દેતું નથી. પણ આવી સમ્યગ ક્રિયા દ્વારા ઉત્તરોત્તર અધિક ગુણસ્થાનકો ઉપર જીવનું આરોહણ થાય છે એવું આગમમાં સંભળાય છે.
એકથી દસ ગુણઠાણાવાળા છદ્મસ્થ જીવો મોહનીયના ઉદયવાળા અને એકથી બાર ગુણઠાણાવાળા છદ્મસ્થ જીવો જ્ઞાનાવરણીયાદિના ઉદયવાળા હોવાથી આત્માના અધ્યવસાયસ્થાનો (પરિણામની ધારા) ચડતી-પડતી હોય છે. આરોહણનાં નિમિત્તોનું અવલંબન લે તો પરિણામની ધારા વૃદ્ધિ પામે છે અને અવરોહણનાં નિમિત્તોનું આ જીવ જો આલંબન લે તો પરિણામની ધારા હાનિ પામે છે. અસંખ્યાત લોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તેથી પરિણામની ધારાને પડતી રોકવા અને ચડતી કરવા સપ્રવૃત્તિનું આલંબન રાખવું જોઈએ. જો એક જ અધ્યવસાય સ્થાનક હોત તો સત્યવૃત્તિની જરૂર ન રહેત. પણ ક્યારેય પતન ન પામે તેવું એક જ અધ્યવસાય સ્થાનક તો ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિક ચારિત્રગુણવાળા (કેવલજ્ઞાન-કેવલદર્શન અને યથાખ્યાત ચારિત્રવાળા) જિનોને-વીતરાગ ભગવંતોને જ હોય છે. જે અધ્યવસાય સ્થાન આત્માના શુદ્ધ અને પૂર્ણ સ્વરૂપની એકતાવાળું છે. આવા પ્રકારનું આ અધ્યવસાય સ્થાન તો કેવલીને જ સંભવે છે અન્યને સંભવતું નથી.
તેથી શુભ પ્રવૃત્તિનું નિમિત્ત જો ન હોય તો ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ જીવો તથા કેવલી ભગવંતો વિનાના અન્ય જીવોનું પતન થવાનો સંભવ છે. માટે અન્ય જીવોનું પતન ન થઈ જાય, ચડતી જ રહે તથા દિનપ્રતિદિન ગુણોની વૃદ્ધિ જ થાય તે માટે ઉત્તમ આત્માઓએ અવશ્ય સમ્રવૃત્તિ રૂપ ક્રિયા કરવી જોઈએ.
___ अतः साधकेनाभिनवगुणवृद्धयर्थं क्रिया करणीया । अत एव वनं निवसन्ति निर्ग्रन्थाः । चैत्ययात्राद्यर्थं गच्छन्ति नन्दीश्वरादिषु, कायोत्सर्गयन्ति शरीरम्, आकुञ्चन्ति