SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯ विग्रहं वीरासनेन, संलेखयन्त्यनशनोत्सुकाः, गृह्णन्ति परिहारविशुद्धि - जिनकल्पाद्यभि પ્રવ્યૂહમ્ ગાગા આ કારણથી આત્મતત્ત્વની સાધના કરનાર સાધકે પોતાના આત્મામાં નવા નવા ગુણોની વૃદ્ધિ માટે ધર્મક્રિયા કરવી જોઈએ. આ કારણથી સમ્યક્ ક્રિયાના પરિપાલન માટે જ નિર્પ્રન્થમુનિઓ વનમાં વસે છે. ચૈત્યોની યાત્રા આદિ કરવા માટે લબ્ધિધારી મુનિઓ નંદીશ્વરાદિ દ્વીપોમાં (કુંડલ, રૂચક આદિ દ્વીપોમાં) જાય છે. બીજા કોઈ મુનિઓ સમ્મેતશિખર વગેરે તીર્થો ઉપર પણ જાય છે. પોતાના શરીરને શક્ય બની શકે તેટલું કાઉસ્સગ્ગની કાર્યવાહીમાં જ રાખે છે. વીરાસન વગેરે આસનો વડે પોતાના શરીરને સંકોચી રાખે છે. અનશન કરવાને ઉત્સુક બનેલા મુનિઓ પોતાના આત્મામાં બાહ્યભાવોની સંલેખના કરે છે અને અવસર આવે ત્યારે પરિહારવિશુદ્ધિચારિત્ર અથવા જિનકલ્પ અથવા ભક્તપરીશા, ઈંગિનીમરણ અને પાદપોપગમન-મરણ ઈત્યાદિ કરવાના મનોરથો સેવે છે તથા તેવા પ્રકારના ઉંચા ભાવોની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના અભિગ્રહોનું આયોજન કરે છે. જ્ઞા अथ विषाद्यनुष्ठानादूषिता, न तु सानुष्ठाना । सानुष्ठाना हि क्रिया भवहेतुरेव । तेन या क्रिया साधनहेतु:, सा एव कर्तव्या इति तामेवाह - ૨૮૭ વિષ-ગર અને અનનુષ્ઠાનના દૂષણથી અદૂષિત એવી જે ધર્મક્રિયા છે તે જ કરવા યોગ્ય છે. પણ સાનુષ્ઠાનક્રિયા (એટલે કે આ ત્રણ દૂષણવાળી જે ધર્મક્રિયા છે તે કર્તવ્ય નથી. કારણ કે સાનુષ્ઠાન ક્રિયા ભવનો જ હેતુ બને છે. તેથી જે ધર્મક્રિયા આત્મતત્ત્વની સાધનાનો હેતુ બને છે તે જ ક્રિયા કર્તવ્ય છે. માટે તેને જ જણાવે છે - वचोऽनुष्ठानतोऽसङ्गा, क्रिया सङ्गतिमङ्गति । ज्ञेयं ज्ञानक्रियाऽभेद-भूमिरानन्दपिच्छला ॥८॥ યત: ગાથાર્થ :- વચનાનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાન રૂપ ધર્મક્રિયાની પ્રાપ્તિ થાય છે આ વાત સંગતિને પામે છે અને તે અસંગાનુષ્ઠાનવાળી જે ક્રિયા છે તે જ જ્ઞાન અને ક્રિયા અભેદભાવ વાળી છે તથા સ્વાભાવિક એવા પૂર્ણ આનંદથી ભરેલી આ ક્રિયા છે. ટા ટીકા :- વષોનુષ્ઠાનત કૃતિ', વચનમર્દવાસા, તવનુયાયિની ક્રિયા ધર્મદેતુ: । प्रशान्तचित्तेन गभीरभावेनैवादृता सा सफला क्रिया च । अङ्गारवृष्टेः सहसा न चेष्टा, नासङ्गदोषैकगुणप्रकर्षा ॥१॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy