________________
૨૮૮ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર विषगरान्योन्यानुष्ठानत्यागेन श्रीमद्वीतरागवाक्यानुसारतः उत्सर्गापवादसापेक्षरूपा क्रिया वचनानुष्ठानक्रियाकरणतः असङ्गक्रियासङ्गतिं संयोगितामङ्गति= प्राप्नोति । वचनक्रियावान् अनुक्रमेणासङ्गक्रियामेति निर्विकल्पनिष्प्रयासरूपां क्रियां प्राप्नोति । सा एव-असङ्गक्रिया एव ज्ञानक्रिया, एवमभेदभूमिः ज्ञेया । असङ्गक्रिया भावक्रिया शुद्धोपयोगशुद्धवीर्योल्लासतादात्म्यतां दधाति । ज्ञानवीर्यैकत्वं ज्ञानक्रियाऽभेदः इत्यनेन यावद् गुणपूर्णता न, तावत् निरनुष्ठाना क्रिया करणीया ।
વિવેચન :- વચનાનુષ્ઠાનવાળી ધર્મક્રિયા કર્મનિર્જરાનું કારણ બને છે. અહીં વચન એટલે અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન સમજવું. તે વચનોને અનુસારે કરાતી ધર્મક્રિયા એ આત્મામાં ધર્મપ્રાપ્તિનો હેતુ બને છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
પ્રશાન્તચિત્તપૂર્વક અને ગંભીર ભાવપૂર્વક જ કરાયેલી ક્રિયા સફળ થાય છે. પરંતુ અંગારાની વૃષ્ટિથી કે સહસાભાવે = અનુપયોગદશાથી કરાયેલી ક્રિયા ફળ આપનારી બનતી નથી અથવા એક જ ગુણના પ્રકર્ષ ભાવવાળી આસંગક્રિયા પણ ઉપકારક કરનારી થતી નથી.૧
આ ભવમાં સુખો કેમ મળે? તેનું લક્ષ્ય રાખીને કરાયેલી ધર્મક્રિયા તે વિષાનુષ્ઠાન કહેવાય છે. પરભવમાં ઈન્દ્ર-ચક્રવર્તી કે રાજા થાઉં ઈત્યાદિ વિચારો કરીને પરભવના સુખોની ઈચ્છાથી કરાતી ધર્મક્રિયા તે ગરાનુષ્ઠાન કહેવાય છે. તથા ઉપયોગશૂન્યપણે બાલભાવે જે ધર્મક્રિયા કરાય તે અન્યોન્યાનુષ્ઠાન અથવા અનનુષ્ઠાન કહેવાય છે. આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાનો મોહદશાપૂર્વકનાં હોવાથી કર્મનિર્જરાનું કારણ બનતાં નથી પણ ભવહેતુ જ બને છે તેથી તેવા પ્રકારની મોહદશાવાળા ભાવનો ત્યાગ કરવા જેવો છે. માટે વિષ-ગર અને અન્યોન્ય અનુષ્ઠાન તજીને શ્રી વીતરાગ પરમાત્માએ કહેલાં વચનવાક્યોને અનુસરીને કરાતી ઉત્સર્ગ તથા અપવાદની સાપેક્ષતાપૂર્વકની જે ધર્મક્રિયા છે તે વચનાનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. આવી ક્રિયા કરવાથી કાળાન્તરે આ જીવને “અસંગક્રિયાનો” સંગ આપનાર બને છે એટલે કે આ વચનાનુષ્ઠાનની ક્રિયા આ જીવને થોડા જ કાળમાં અસંગ અનુષ્ઠાન નામના ચરમ અનુષ્ઠાનનો મેલાપ કરાવે છે. ૧. કોઈપણ એક ધર્મક્રિયા કરતા હોઈએ ત્યારે બીજી ધર્મક્રિયામાં ચિત્ત રાખીએ તેને અંગારવૃષ્ટિ દોષ
કહેવાય, જે ક્રિયા કરતા હોઈએ તેમાં ઉપયોગ ન રાખીએ અને શૂન્યમનસ્કપણે કરીએ તે સહસાદોષ કહેવાય, અથવા અનનુષ્ઠાન દોષ કહેવાય, તથા જે ક્રિયા કરતા હોય તેને જ કેવલ ગુણપ્રકર્ષવાળી માનીને તે ક્રિયા ઉપર જ અતિશય રાગવાળા બનીને તે ક્રિયામાં પ્રવર્તીએ તે આસંગદોષ કહેવાય. ચિત્તના આઠ દોષો છે. તે દોષોવાળી ધર્મક્રિયા સાધ્ય સાધી આપનાર બનતી નથી.