________________
૨૨ પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર મોટી ભ્રમબુદ્ધિ છે. તૃષ્ણા (એટલે પરદ્રવ્યને પ્રાપ્ત કરવાની મહેચ્છા) એ વિભાવદશા હોવાથી તેના ત્યાગમાં જ પરમસુખ છે. જેમ જેને ભૂત વળગેલું હોય છે તે ભૂતના કારણે દુઃખી હોય છે અને ભૂત નીકળ્યા પછી સુખી થાય છે. તેમ આ પરદ્રવ્યનો સંગ એ જીવને વળગેલું એક પ્રકારનું મહાભૂત છે. તેથી જ પરદ્રવ્યની મમતાવાળા જીવો પોતાને ન્યૂન ચૂન દેખીને સદા આકુળ-વ્યાકુલ, દુઃખી, ચિંતાતુર અને અનેક પ્રકારની ઉપાધિઓવાળા બને છે. જ્યારે આ પરદ્રવ્યોની મમતા ત્યજે છે ત્યારે જ સાચું સુખ પ્રાપ્ત થાય છે.
स्वशब्देन आत्मा, तत्रैव स्वत्वं स्वस्वत्वम्, तदुत्पन्नसुखम्- आत्मस्वभावनिर्धारभासनरमणानुभवरूपं सुखम्, तेन पूर्णस्य मुनेः "हरेरपि"-इन्द्रादपि “न न्यूनता" । यत इन्द्रादीनां शुभाध्यवसायनिबद्धपुण्यविपाकभोगिनां आत्मगुणानुभवशून्यानां दीनत्वमेव विलोक्यते तत्त्वरसिकैः । स्वरूपसुखलेशोऽपि जीवनं परमामृतम्, पुण्योदयोद्भवसुखकोटिरपि स्वगुणावरणत्वेन महदुःखम् । अहह ! बन्धसत्तातोऽपि उदयकालः दारुणः, येनात्मनो (पुण्योदयकालः) गुणावरणता । अतः स्वरूपसुखे રુચિ: વેર્યા
ઉત્તરાર્ધમાં લખેલા સ્વ શબ્દથી આત્મા અર્થ કરવો. તે આત્મામાં જ મારાપણું જે કરવું તેને સ્વસ્વત્વ કહેવાય છે. આત્માના ગુણોને “આ જ મારું સાચું ધન છે.” આમ માનવાથી ઉત્પન્ન થયેલું જે સુખ એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવની જ શ્રદ્ધા કરવી, જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેમાં જ રમણતાનો અનુભવ કરવો આવા પ્રકારનું જે સુખ છે તેવા પ્રકારના આત્મિકગુણોની રમણતાના સુખથી ભરપૂર ભરેલા એવા મુનિને (આત્માર્થી જીવને) ઈન્દ્ર થકી પણ કંઈ ન્યૂનતા નથી. કારણ કે પૂર્વ ભવમાં શુભ અધ્યવસાયથી બાંધેલા પૂણ્યકર્મના વિપાકોદયને ભોગવનારા અને આત્માના નિર્મળ ગુણોની રમણતાના અનુભવથી સર્વથા શૂન્ય એવા ભોગી ઈન્દ્ર' વગેરે મહાસુખી જીવોમાં પૌલિક ભાવોમાં જ સુખબુદ્ધિ સ્થિર થયેલી હોવાથી તેવા જીવોમાં તત્ત્વરસિક મહાત્માઓ વડે દીનતા જ દેખાય છે. એકબીજાનું રાજ્ય પડાવી લેવા લડાઈ કરે છે. એક-બીજાની સ્ત્રીઓમાં મોહિત થઈને અપહરણ કરે છે. આ બધું શું છે ? પરધન અને પરસ્ત્રીની લુંટાલુંટ એ ભોગસુખો માટેની દીનતા જ છે. સામાન્ય રાજા હોય, ચક્રવર્તી રાજા હોય કે ઈન્દ્ર હોય પણ આ સર્વે પરપદાર્થોમાં સુખબુદ્ધિવાળા હોવાથી કડવાશ-વેરઝેર-લુંટાલુંટ અને યુદ્ધાદિ કરી સતત કલુષિત ચિત્તવાળા, દીનતાવાળા તથા વૈરાયમાણસ્વભાવવાળા વર્તે છે. કષાયોથી ભરેલા જ રહે છે. ૧. અહીં ઈન્દ્રો સમ્યગ્દષ્ટિ હોવાથી પૌલિક સુખની અતિશય આસક્તિવાળા હોતા નથી. પરંતુ
અવિરતિ હોવાથી ટીકાકારશ્રીએ ઈન્દ્રનો ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે.