________________
જ્ઞાનસાર
૭૮૪
ધ્યાનાષ્ટક - ૩૦ કરવા યોગ્ય, આવા પ્રકારની ધ્યાન કરવા યોગ્ય વ્યક્તિ વ્યવહારનયથી બે પ્રકારની છે. એક અરિહંત અને બીજા સિદ્ધ. ક્ષીણ થયાં છે ચાર ઘાતી કર્મો જેનાં એવા પરમાત્મા શ્રી તીર્થકર દેવો કે જેઓ ભૂમિ તલ ઉપર વિચરે છે, ધર્મદેશના દ્વારા અનેકને તારે છે. સદેહે વિદ્યમાન છે. તે અરિહંતપ્રભુ ધ્યેય છે. તથા નાશ પામ્યાં છે આઠ કર્મો જેનાં એવા સિદ્ધ ભગવંતો પણ ધ્યેય છે. કારણ કે આપણા આત્માએ તેમનું ધ્યાન કરીને પોતાનું તેવું સ્વરૂપ પ્રગટ કરવાનું છે. વ્યવહારનયથી આ બે વ્યક્તિ ધ્યેય ગણાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ પ્રમાણે તો એટલે કે નિશ્ચયનયથી તો પોતાના આત્માની પાસે જ સત્તાગત રહેલો પોતાનો જ સિદ્ધાત્મા (શુદ્ધ-નિર્મળ આત્મદ્રવ્ય) ધ્યાન કરવા યોગ્ય છે. કારણ કે અંતે તો પોતાનું જ સ્વરૂપ પોતાને કામ આવે છે.
હવે ધ્યાન કોને કહેવાય? તે સમજાવે છે. અનંત શુદ્ધ ગુણાત્મક અને અનંત શુદ્ધ પર્યાયાત્મક વ્યવહારનયથી વીતરાગ પરમાત્મામાં અને નિશ્ચયનયથી શુદ્ધ એવા પોતાના જ આત્માના પરમાત્મામય સ્વરૂપમાં એકાગ્ર થવા દ્વારા (તન્મય થવા દ્વારા) જે સંવિત્તિ થવી અર્થાતુ બોધ થવો-જ્ઞાન થવું તેને ધ્યાન કહેવાય છે. આ રીતે વિચારતાં વ્યવહારનયથી અરિહંતપરમાત્મા આદિ શુદ્ધ એવા પરદ્રવ્યના શુદ્ધ એવા ગુણો અને પર્યાયોના જ્ઞાનના સંવેદનમાં તન્મય થવું તે ધ્યાન અને નિશ્ચયનયથી પોતાના જ આત્મામાં સત્તાગતપણે રહેલા અનંતગુણો અને અનંત પર્યાયોના જ્ઞાનગુણનો આનંદ માણવો તે ધ્યાન સમજવું.
પોતાના જ આત્મામાં જ્ઞાનાવરણીય આદિ ચારે ઘાતકર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલી ચેતના, વિર્ય અને આદિ શબ્દથી ચારિત્ર વગેરે ક્ષયોપશમભાવના સર્વે પણ ગુણોને પોતાના શુદ્ધ સ્વરૂપના ચિંતનાત્મક ઉપયોગમાં લીન કરવા તે ધ્યાન કહેવાય છે. કારણ કે અંતે પોતે પોતાનું જ સ્વરૂપે પ્રગટ કરવાનું હોય છે માટે તેનું ચિંતન-મનન કરવું તે ધ્યાન છે. તેથી ધ્યાતા એવા અંતરાત્માનું ધ્યેય એવા પરમાત્મ-સ્વરૂપમાં તેની સાથે એકાગ્રતા કરવા સ્વરૂપ ધ્યાનમાં લીન થવું, હાનિ-વૃદ્ધિ રૂપ તરતમતા વિના નિર્વિકલ્પ એવી (મોહના કોઈ પણ જાતના વિકલ્પો વિનાની એવી) જે જ્ઞાનપરિણતિ તે એકતા સમજવી. આ રીતે ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકતા તે સમાપત્તિ જાણવી. તેરા
તત્ર દૃષ્ટાન્તન થતિ = આ વાત દૃષ્ટાન્ત સાથે સમજાવે છે. मणौ बिम्बप्रतिच्छायासमापत्तिः परात्मनः ।
क्षीणवृत्तौ भवेद् ध्यानादन्तरात्मनि निर्मले ॥३॥ ૧. ૫ વિવું એવો પાઠ શ્રી દેવચંદ્રજી મ.શ્રીની આ ટીકામાં છે. પરંતુ બીજી ટીકાઓમાં તથા
સ્વોપજ્ઞ ટબામાં પવિત્ર પાઠ છે.