________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
૪૭૧
આ સાત નયોમાં પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થિક નયના ઉત્તરભેદો છે અને પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનયના ઉત્તરભેદો (ભાવ-નયો) છે. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્ય બનાવનારા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણસૂરિજીનો અભિપ્રાય છે. અર્થાત્ તે પૂજ્ય પુરુષનો આશય છે. પરંતુ સન્મતિપ્રકરણ બનાવનારા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજશ્રી પ્રથમના ત્રણ નયો દ્રવ્યાર્થિકના ઉત્તરભેદ અને પાછલા ચાર નયો પર્યાયાર્થિકના ઉત્તરભેદો છે એમ કહે છે. બન્નેની દૃષ્ટિમાં ઋજુસૂત્રનયની બાબતમાં વિવક્ષાભેદ છે.
ત્યાં “જણાય-પરિચ્છેદ કરાય જે પદાર્થો તે પદાર્થો નિગમ અથવા ગમ કહેવાય છે. અર્થાત્ જ્ઞાન દ્વારા પ્રતિભાસિત થતા જે અર્થો તે નિગમ કહેવાય છે. જ્ઞાન દ્વારા લૌકિક સઘળા પદાર્થો જણાય છે માટે લૌકિક સઘળા પદાર્થો તે નિગમ કહેવાય છે. તેમાં થયેલો અધ્યવસાય વિશેષ (નિર્ણય વિશેષ) એવો જે જ્ઞાનાંશ, તેને નૈગમનય કહેવાય છે.
તે નૈગમનય સામાન્યથી પણ વ્યવહાર કરે છે (અને આગળ સમજાવાશે તેમ વિશેષથી પણ વ્યવહાર કરે છે). જ્યારે સામાન્યથી વ્યવહાર કરે છે ત્યારે મનથી સામાન્યપણાની બુદ્ધિ વડે અને સામાન્યવાચી વચનપ્રયોગ વડે વસ્તુને સામાન્યરૂપે જાણે છે અને કહે છે. જેમકે પૃથ્વી, જલ, તેજ, વાયુ વગેરે ભિન્ન ભિન્ન અનેક પદાર્થો છે, તે સર્વથી અત્યન્ત ભિન્ન રૂપે સત્તા (અસ્તિત્વ) માત્રને સ્વીકારે, સર્વે પણ પદાર્થો અસ્તિસ્વરૂપે સમાન છે, એકરૂપ જ છે. ઘટ, પટ, મઠ આદિ પદાર્થોને પણ “આ પણ સત્ છે આ પણ સત્ છે” એમ સપણે એક સમજીને સામાન્યપણે બુદ્ધિમાં સ્વીકારે છે. જેમકે કોઈ એક જંગલમાં અશોક-ચંપક-બકુલ-આમ્ર વગેરે અનેક જાતિવાળાં ભિન્ન ભિન્ન વૃક્ષો હોય, છતાં પણ તે બધાંના નામોનો ઉલ્લેખ ન કરતાં “આ એક વન છે” આમ સામાન્યપણે વનસ્પતિપણાના સામાન્યસ્વરૂપે બોધ કરે અને એમ જ પ્રરૂપણા કરે. તેવી જ રીતે “આ વરઘોડો જાય છે” “આ સેના જાય છે” ઈત્યાદિ ભાવો સામાન્યગ્રાહી નૈગમનયના વિષય છે. તેવી જ રીતે જીવ-અજીવ, ધર્મ-અધર્મ અને આકાશ વગેરે પદાર્થો ભિન્ન ભિન્ન હોવા છતાં “આ સર્વે દ્રવ્યમાત્ર છે” આમ દ્રવ્યરૂપે સામાન્યપણે જાણે છે અને સામાન્યપણે પ્રરૂપણા કરે છે. આ સઘળો સામાન્યગ્રાહી નૈગમનય કહેવાય છે.
तथा विशेषेणाऽपि विशेषबुद्धिहेतुना विशेषवचनहेतुना अत्यन्तसामान्यादन्यत्वरूपेण व्यवहरति परमाणुनिष्ठत्वेन । तथा सामान्यविशेषेणापि गवादिना सर्वगोपिण्डेष्वनुवृत्त्यात्मकेन अश्वादिव्यावृत्यात्मकेन च व्यवहरति । यथा लोको વ્યવતિ, તથાનેન વ્યવક્તવ્યમિતિ, ભોજ્જોપવિષે: પ્રારે: સમસ્તે: વ્યવહતિ ।