________________
જ્ઞાનમંજરી સ્થિરતાષ્ટક - ૩
૯૩ ગાથાર્થ - વચનની સાથે, મનની સાથે અને ક્રિયાની સાથે જે મહાપુરુષોમાં સ્થિરતા એકમેકપણાને પામી છે તે યોગી પુરુષો ગામમાં અને અરણ્યમાં, દિવસમાં અને રાત્રિમાં સમ-સ્વભાવવાળા જ હોય છે. પણ
ટીકા :- “સ્થિરતા રૂત્તિ–વેષાં પ્રળિનામું, વીનવા-વચનમન:શાયયો: स्थिरता-आत्मगुणनिर्धारभासनरमणैकत्वरूपा, अङ्गाङ्गिताम्-तन्मयतां गता-प्राप्ता, ते योगिनः-मुनीश्वराः, समशीला:-समस्वभावाः, स्वद्रव्य-स्वक्षेत्र-स्वकालस्वभावरूपस्वात्मस्वभावतः अन्यत्-परद्रव्ये परत्वरूपं समत्वेन ज्ञानात् स्वात्मनः सकाशात् यदन्यत् तत्सर्वं भिन्नमिति समत्वं येषां निष्पन्नं तेषां ग्रामे-जनसमूहलक्षणे, अरण्ये-निर्जने, तुल्यत्वम्-इष्टानिष्टताऽभावः, दिवा-वासरे, निशि-रात्रौ, समत्वं -तुल्यपरिणतिः, अरक्तद्विष्टतारूपा समपरिणतिर्भवति ॥५॥
વિવેચન :- જે મહાપુરુષોમાં પોતાના વચનયોગ, મનયોગ અને કાયયોગની સાથે સ્થિરતા નામનો ગુણ એકમેકતાને-તન્મયતાને પામ્યો છે. અર્થાત્ “મારા આત્માના ગુણો એ જ મારું સ્વરૂપ છે” આવી પાકી શ્રદ્ધા, આવું જ નિશ્ચયાત્મક જ્ઞાન અને આ ભાવમાં જ રમણતા આમ આ ત્રણે ગુણોની એકતા-તન્મયતા તે સ્થિરતા, આવી સ્થિરતા જે મહાત્માઓના મન-વચન અને કાયાના રોમેરોમમાં અંગાંગી ભાવને પામી ચૂકી છે. ક્યાંય બહાર પરપદાર્થમાં મારાપણું લાગતું જ નથી તે યોગી પુરુષો એટલે કે મુનિપ્રવર મહાત્માઓ સર્વત્ર સમસ્વભાવવાળા હોય છે. કારણ કે પોતાનાથી જે પર પદાર્થ છે તેમાં કોઈ પોતાનું છે જ નહીં. તેથી એકને આઘો અને એકને પાછો માનવાનો સવાલ જ પેદા થતો નથી. સર્વ પદાર્થોમાં પરપણાની બુદ્ધિ સમાન હોવાથી સર્વત્ર સમસ્વભાવવાળા જ તે મુનિઓ હોય છે.
પોતાનો આત્મા એ જ સ્વદ્રવ્ય, પોતાના આત્માના જે અસંખ્ય આત્મપ્રદેશો એ જ સ્વક્ષેત્ર, પોતાના આત્મામાં રહેલું જે સૈકાલિક ધ્રુવત્વ એ જ સ્વકાલ અને પોતાના આત્મામાં રહેલી જે અનંતગુણોની સંપત્તિ એ જ સ્વભાવ, આ પ્રમાણે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ, એ પોતાના આત્માનું સ્વરૂપ છે. આ જ સ્વ-સ્વભાવ છે. આ સ્વ-દ્રવ્યાદિમય આત્મસ્વભાવથી જે કોઈ અન્ય પદાર્થ છે તે સઘળા પણ પદાર્થો (પછી પોતાનું શરીર હોય, કુટુંબ હોય, ધનસંપત્તિ હોય કે મિત્રવર્ગ હોય અથવા ગૃહ-અલંકારાદિ હોય તે સર્વે પણ પદાર્થો) પરદ્રવ્ય છે. તે સઘળા પણ પરપદાર્થો રૂપ પરદ્રવ્યમાં (પરત્વ) “પરપણું” સરખું જ છે. સર્વત્ર પરપણું જ રહેલું છે. આવું દઢ જ્ઞાન થવાથી પોતાના આત્માથકી જે કોઈ અન્ય વસ્તુ છે તે સર્વે પણ (શરીરાદિ) વસ્તુઓ મારા આત્માથી ભિન્ન જ છે. જેમ અન્ય