________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
૭૬૩
ગુણોનો આવિર્ભાવ કરવા સ્વરૂપ છે. પ્રાપ્તગુણોની રમણતા અને તેનો આનંદ એ અપ્રાપ્તને પ્રાપ્ત કરવામાં કારણ છે.
તે ભાવપૂજા ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે. કોઈનું પણ પૂજા અથવા ભાવપૂજા આવું નામ રાખવું તે નામ ભાવપૂજા, પૂજા કરવાનાં લિંગો ધારણ કરવાં તથા તે લિંગોપૂર્વકનું આચરણ કરવું તે સ્થાપનાપૂજા, ચંદન આદિ દ્રવ્યો વડે અને ઉપયોગની શૂન્યતાએ જે પૂજા કરવી તે દ્રવ્યપૂજા તથા પોતાના આત્માના ગુણોની સાથે જે એકાગ્રતા-એકમેકતાતલ્લીનતા તે ભાવપૂજા. આમ ચાર નિક્ષેપા જાણવા.
હવે ભાવપૂજા ઉપર સાત નયો સમજાવે છે.
(૧) આત્મગુણોમાં પરિણતિ કરવા વિષેનો સંકલ્પ તે નૈગમનયથી ભાવપૂજા.
(૨) તથાવિધ ગુણ-પ્રાદુર્ભાવ માટે યોગ્ય અંતઃકરણ, જીવદળ તથા દયા આદિની પ્રવૃત્તિના કારણ રૂપે શરીર આમ સાધન સામગ્રી એ સંગ્રહનયથી ભાવપૂજા છે.
(૩) જીવદયા આદિનું પાલન એ વ્યવહારનયથી ભાવપૂજા છે.
(૪) જ્ઞાનાદિગુણયુક્ત આત્મતત્ત્વનું ચિંતન એ ઋજુસૂત્રનયથી ભાવપૂજા છે.
(૫) દયા આદિ ગુણોની આંશિક પણ જે અનુભૂતિ થવી તે શબ્દનયથી ભાવપૂજા છે. (૬) ઉત્કૃષ્ટ દયા આદિ ગુણોની યોગ્યતાવાળા આત્માને તે તે ગુણોનો જે અનુભવ થવો તે સમભિરૂઢનયથી ભાવપૂજા જાણવી.
(૭)
દયા આદિ ઉત્કૃષ્ટ ગુણો જેમાં પૂર્ણપણે પ્રગટ થયા છે અને સક્રિય બન્યા છે તે એવંભૂતનયથી ભાવપૂજા છે.
હવે ભાવપૂજા સમજાવાય છે.
दयाम्भसा कृतस्नानः, सन्तोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी, भावनापावनाशयः ॥१॥
भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरजद्रवैः । नवब्रह्माङ्गतो देवं, शुद्धमात्मानमर्चय ॥२॥
ગાથાર્થ :- હે જીવ ! દયા રૂપી પાણી વડે કર્યું છે સ્નાન જેણે એવો, સંતોષ રૂપી ઉજ્જ્વળ વસ્ત્રને ધારણ કરનારો, વિવેક રૂપી તિલકને કરનારો, ભાવના ભાવવા વડે પવિત્ર