________________
જ્ઞાનસાર
૪૫૦
વિવેકાષ્ટક - ૧૫ ક્રિયા તે મિUT હોવાથી કર્મ કહેવાય છે. ઘટ બનાવવા માટેની કુંભકારના વ્યાપારસ્વરૂપ જે ક્રિયા છે તે કર્મ પણ છે અને તે ક્રિયા કુંભલક્ષણવાળા કાર્યનું કારણ પણ છે. આ વાત પ્રસિદ્ધ છે.
પ્રશ્ન :- કુંભકાર જ ઘટ કરતો હોય એમ દેખાય છે. પરંતુ કુંભ બનાવવામાં કોઈ ક્રિયા વ્યાપારાત્મક હોય એવું દેખાતું નથી. ઘટ કરવામાં કુંભકાર જેવો વ્યાપૃત થયેલો દેખાય છે તેવી કોઈ ક્રિયા ઘટ કરવામાં વ્યાપૃત હોય તેવું દેખાતું નથી.
ઉત્તર :- કુંભકાર પણ જો ચેષ્ટા વિનાનો હોય એટલે કે ક્રિયા ન કરતો હોય તો ઘટાત્મક કાર્યને સાધી શકતો નથી. તેથી જેમ કુંભકાર ઘટ બનાવવામાં વ્યાપારમય છે તેમ કુંભકારની ચેષ્ટા પણ ઘટ બનાવવામાં વ્યાપારમય છે. તે કુંભકારની જે ચેષ્ટા છે તે જ ક્રિયા છે. માટે ઘટોત્પત્તિના કરણકાલે જેમ કુંભકાર વ્યાપારાત્મક દેખાય છે તેમ તે કુંભકારની ક્રિયા પણ પ્રત્યક્ષ વ્યાપાર રૂપે દેખાય જ છે. માટે તે ક્રિયાને કુંભનું કારણ પણું કેમ ન કહેવાય ? ઘટકાર્ય પ્રત્યે કુંભકાર કર્તારૂપે જેમ કારણ છે તેમ આ ક્રિયા પણ ઘટકાર્ય પ્રત્યે ક્રિયાત્મકભાવે અવશ્ય કારણ છે જ.
પ્રશ્ન :- અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે “ત્રીક્ષિત વર્ષ” કર્તાને ક્રિયા કરવા દ્વારા મેળવવાને જે ઈષ્ટ હોય તે કર્મ કહેવાય છે. આ ન્યાયથી કર્તાને ઘટકાર્ય ઈષ્ટ હોવાથી ઉત્પન્ન કરાતો તે ઘટ કર્મ જ હો (કરણ ન હો), તેથી આ ઘટ એ કાર્ય જ છે (કર્મકારક જ છે) આ ઘટને કરણકારક કેમ કહેવાય? ઘટ પોતે કરાય છે માટે કર્મ છે પણ કરણ હોય તે સમજાતું નથી. કારણ કે ગમે તેવો અતિશય તીક્ષ્ણ એવો પણ સોયનો અગ્ર ભાગ પોતાને વિંધી શકતો નથી. સુશિક્ષિત નટ પોતાની જાતને પોતાના ખભા ઉપર ચડાવી શકતો નથી. તેમ જે કર્મ હોય છે તે પોતે જ પોતાનું કરણ સંભવી શકતું નથી. આ પ્રમાણે કાર્ય પોતે જ નિર્વત્થમાન - ઉત્પન કરાતા એવા પોતાનું કરણ પોતે થાય, આ વાત અઘટિત છે.
ઉત્તર :- તે બુદ્ધિગત ઘટ ઉત્પન્ન કરાતા ઘટનું કારણ છે. કારણ કે કુંભાકારપણે પરિણામ પામેલી બુદ્ધિ ઉત્પદ્યમાન ઘટનું કારણ બને છે. કહેવાનો સાર એ છે કે સર્વે પણ કાર્ય કરનારાઓ જે જે ઘટ-પટાદિ કાર્ય કરવું હોય છે, તે તે કાર્યને પ્રથમ બુદ્ધિમાં સંકલ્પિત કરે છે. બુદ્ધિમાં સંકલ્પિત કરીને જ ઘટ-પટાદિ કાર્ય કરે છે. આવા પ્રકારનો જગતનો વ્યવહાર છે. તેથી બુદ્ધિમાં આરોપિત કરાયેલા (એટલે કે કલ્પના કરાયેલા) કુંભનું, કરવાને ધારેલા મૃન્મયકુંભ પ્રત્યે તે ઘટગતબુદ્ધિના આલંબન સ્વરૂપે કારણપણું છે જ. બુદ્ધિમાં કલ્પાયેલા ઘટ પ્રમાણે જ મૃત્મય ઘટ બનાવાય છે, માટે બુદ્ધિગત ઘટ ક્રિયમાણ ઘટનું કારણ બને જ છે.