SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ નિર્લેપાષ્ટક- ૧૧ જ્ઞાનસાર લેપાયેલો છું” એવા પ્રકારના લિપ્તતાના જ્ઞાનના આગમનને રોકવા માટે જ કેવલ ઉપયોગી છે. જા. ટીકા :- “ત્રિતતા રૂત્તિ” નિર્લેપત્તાનમની-શુદ્ધચાત્મજ્ઞાનમનશ્ય પુસ: क्रिया-आवश्यककरणरूपा लिप्तताज्ञानसंपातप्रतिघाताय लिप्तताज्ञान-विभावचेतनोपयोगः, तत्र सम्पात:-पतनं, तस्य प्रतिघाताय-निवारणाय केवलमुपयुज्यते= उपकारीभवति, इत्यनेन ध्यानारूढस्य न क्रियाकरणम्, किन्तु भावनाचिन्ताज्ञानवतो विघ्नवारणाय क्रिया उपकारिणी । ध्यानाधिरूढस्याप्रच्युतात्मस्वभावानुभवस्थस्य विघातनी । आगमेऽपि पूर्वं यदमृतकुम्भोपमं तदेवोपरि विषकुम्भोपमम् । उक्तञ्च जा किरिया सुट्टयरी, सा विसुद्धीए न अप्पधम्मोत्ति । पुल्विं हिया पच्छा अहिया, जह निस्सिहीआइतिगं ॥ अत एवात्मस्वरूपावबोधैकत्वं हितम् ॥४॥ વિવેચન :- “હું મૂળસ્વરૂપે કર્મોના બંધનથી સર્વથા નિર્લેપ છું, શુદ્ધ સ્ફટિક જેવો મારો આત્મા છે” એટલે કે શુદ્ધ સ્યાદ્વાદાત્મક જ્ઞાનદશામાં મગ્ન રહેવું એ જ સાચું મારું સ્વરૂપ છે. આવા સ્વરૂપલક્ષી પુરુષની પ્રતિક્રમણાદિ કરવા રૂપ જે આવશ્યક ક્રિયા છે તે ક્રિયા “લિપ્તતાપણાના જ્ઞાનરૂપ વિભાવદશાવાળી ચેતનાના ઉપયોગમાં “હું કર્મથી મલીન થયેલો છું, કર્મોથી બંધાયેલો છું, હું કર્મોથી લિપ્ત છું” આવા પ્રકારની વિભાવચેતનાના ઉપયોગમાં પડવાનું જે બને છે તેના નિવારણ માટે અવશ્ય જરૂરી છે. તેથી જ આવી વિભાવ દશાવાળું જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી તેના નિવારણ માટે આવા પ્રકારની આવશ્યક ક્રિયા અતિશય જરૂરી છે. જેમ ખેતરમાં કરેલી કાંટાની વાડ ધાન્યની સુરક્ષા કરે છે તેમ આવા પ્રકારની આવશ્યક ક્રિયા વિભાવદશામાં જતા જીવની સુરક્ષા કરે છે. માટે તેવા જીવને ક્રિયા ઉપકાર કરનારી બને છે. જ્યારે ખેતરમાં ધાન્ય ન હોય ત્યારે વાડની જરૂર નથી. તેમ વિભાવચેતના ન હોય ત્યારે આવશ્યકક્રિયાની જરૂર નથી. ઉપરના કથનથી એ પણ સિદ્ધ થાય છે કે બાહુબલી આદિ મુનિ-મહાત્માઓની જેમ જે જે જીવો ધ્યાનદશામાં આરૂઢ થયા હોય છે જ્યાં વિભાવદશામાં જવાનો સંભવ નથી અથવા કેવલજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કર્યા હોય છે કે જ્યાં વિભાવદશા આવવાની જ નથી ત્યાં આવા પ્રકારની આવશ્યક ક્રિયા કરવાની રહેતી નથી. પરંતુ ભાવના જ્ઞાનવાળી અને ચિંતાજ્ઞાનવાળી એવી સાધકદશામાં વર્તતા આત્માને શાયોપથમિક ભાવના કારણે હજુ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy