________________
જ્ઞાનમંજરી
વિદ્યાષ્ટક - ૧૪
૪૧૧
વસ્તુઓ પલટાય પણ છે માટે અનિત્ય પણ છે. અર્થાત્ સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય છે.
આ રીતે સર્વે પણ વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રુવસ્વભાવવાળી હોવા છતાં અહીં જે નિત્યત્વ કહેવામાં આવ્યું છે. તે એકનયની અર્પણા (પ્રધાનવિવક્ષા) અને બીજા નયની અનર્પણા (ગૌણવિવક્ષા) કરવાથી કહેલું છે તે માટે દ્રવ્યાર્થિકનયની અર્પણ કરવાથી કુટસ્થનિત્યત્વનું પ્રતિપાદન કરેલું છે. વિજળીના ચમકારાની જેમ ચાલી જનારી ભૌતિક સંપત્તિ આ જીવને મોહના ઉદયથી સદાકાળ રહેનારી અર્થાત્ કુટસ્થનિત્ય લાગે છે. એકાન્ત નિત્ય દેખાય છે.
- તત્ત્વબુદ્ધિસ્વરૂપ જે વિદ્યા છે તે જ આ વિદ્યા પરમાર્થ પદ (મુક્તિપદ)ને સાધવામાં સમર્થ છે. મોહના ઉદયજન્ય અવિદ્યા સંસારમાં પરિભ્રમણ કરાવનારી છે અને મોહના ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષયથી થયેલી તત્ત્વબુદ્ધિ મુક્તિપદ આપનારી છે એમ યોગાચાર્ય મહાત્મા પુરુષો વડે યોગના શાસ્ત્રોમાં કહેવાયું છે.
પ્રશ્ન :- “યોગાચાર્ય” કોને કહેવાય?
ઉત્તર :- જ્ઞાન, શ્રદ્ધાન (દર્શન) અને ચરણ (ચારિત્ર) આમ રત્નત્રયીસ્વરૂપ જે મોક્ષનો ઉપાય છે તેને યોગ કહેવાય છે. કારણ કે તે રત્નત્રયી જ આ જીવને મોક્ષની સાથે જોડે છે માટે રત્નત્રયી જ યોગ છે. તેવા શુદ્ધ, નિર્મળ યોગને આચરવામાં જે કુશલપુરુષો છે તે યોગાચાર્ય કહેવાય છે તેઓ દ્વારા આવું કહેવાયું છે કે તત્ત્વધી રૂપ વિદ્યા જ પરમાર્થપદ આપવામાં સમર્થ છે.
શરીર, ધન, પરિવાર આદિ તમામ પદાર્થોથી આત્મતત્ત્વ ભિન્ન પદાર્થ છે. આત્માનું તેમાં કંઈ છે જ નહીં. માત્ર એક ભવ પૂરતો સંયોગસંબંધ છે. તે પણ આખા ભવ સુધી રહે જ એવો નિયમ નથી. માટે તેનાથી આત્મતત્ત્વને ભિન્ન સમજીને આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું જોઈએ આનું નામ ભેદજ્ઞાન છે. આવા પ્રકારનું ભેદજ્ઞાન જ મુક્તિનું પરમ સાધન છે. મહોદયથી થયેલું અભેદજ્ઞાન (હું અને મારાપણાની બુદ્ધિ) સંસારમાં રખડાવનાર છે. અધ્યાત્મબિંદુ નામના ગ્રંથમાં કહ્યું છે કે “જે જે જીવો જેટલાં જેટલાં બંધનોનો ધ્વંસ કરનારા બન્યા છે તેમાં ભેદજ્ઞાન જ મૂલકારણ છે અને જે જે જીવો જેટલા જેટલા બંધનોનો ધ્વંસ નથી કરી શક્યા તેમાં આવા પ્રકારના ભેદજ્ઞાનનો અભાવ જ કારણ છે અર્થાત્ તેમાં અભેદજ્ઞાન જ કારણ છે. પરને પોતાનું માનવું તે અભેદજ્ઞાન. /૧
यः पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् । छलं लब्धं न शक्नोति, तस्य मोहमलिम्लुचः ॥२॥