________________
૪૧ ર વિદ્યાષ્ટક - ૧૪
જ્ઞાનસાર ગાથાર્થ :- જે આત્મા પોતાના આત્માને નિત્ય અને પરપદાર્થના સમાગમને અનિત્ય સમજે છે. તે આત્મામાં મોહરૂપી ચોર પ્રવેશવા માટે છિદ્ર મેળવી શકતો નથી. રા
ટીકા :- “વ: પવિતિ' યઃ-માત્માર્થી માત્મા નિત્યં-સી મહ્નિતસ્વરૂપ "पश्येत्"-अवलोकयेत्, परसङ्गम-शरीरादिकं अनित्यं-अध्रुवं पश्येत्, तस्य साधनोद्यतस्य मोहो-मौढ्यं मुह्यता-मिथ्यात्वादिभ्रान्तिरूपा, स एव मलिम्लुचः-तस्करः छलं-छिद्रं लब्धुं न शक्नोति-न समर्थो भवति, इति अनेन यथार्थज्ञानवतो रागादयो न प्रवर्द्धन्ते, तस्यात्मा मोहाधीनः न भवति ॥२॥
વિવેચન :- જે આત્માર્થી જીવ પોતાના આત્માને નિત્ય સમજે છે. સૈકાલિક ધુવતત્ત્વ છે. સદાકાળ અચલિતસ્વરૂપવાળો આ આત્મા છે. ભવોભવ પલટાય છે પણ દરેક ભવમાં આ આત્મા તેનો તે જ રહે છે. મોક્ષમાં પણ આ આત્મા અનંતકાળ રહે છે. તેનું મૂલસ્વરૂપ આત્મ ક્યારેય ચલિત થતું નથી. એટલે કે દ્રવ્યાન્તર થતું નથી. આવું જે મહાત્મા પુરુષ જાણે છે તથા પરસંગમ એટલે શરીરાદિ પરપદાર્થોનો સંયોગ અનિત્ય છે. શરીર, ધન, પરિવાર, અલંકારાદિ વસ્તુઓ એક ભવમાં પણ કાયમ રહેતી નથી. દશકા ચડતી-પડતીના દરેકના આવે જ છે. એક ભવમાં શરીરાદિ કદાચ રહે તો પણ રોગ, શોક અને ભયોથી પીડિત હોય છે. પત્તાના મહેલની જેમ ખરી પડે છે. ઈન્દ્રધનુષ્યની જેમ બાજી બધી વિખેરાઈ જાય છે. આવું જે મહાપુરુષ જાણે છે તે મહાત્મા ધ્રુવ એવા આત્મતત્ત્વની પ્રાપ્તિની સાધનામાં જ ઉદ્યમશીલ રહે છે. તેની જ તેઓને લગની લાગી હોય છે. પરદ્રવ્યનો મોહ જ મંદ થઈ ચૂક્યો હોય છે. આ કારણથી મિથ્યાત્વ, અવિરતિ અને રાગાદિ કષાયોવાળી પરિણતિરૂપ મોહ દશા અર્થાત્ મૂઢતા આવા જીવમાં પ્રવેશી શકતી નથી.
આવા પ્રકારની મોહાલ્પતા-મૂઢતારૂપી જે ચોર છે તે ચોરને આવા સાધક આત્મામાં પ્રવેશ કરવો છે, આત્મ-ધન ચોરવું છે, સમ્યજ્ઞાનાદિ ગુણોની લુંટ ચલાવવી છે પણ સાધક આત્મા સજાગ હોવાથી તેના ઘરમાં (તેના આત્મામાં) પ્રવેશવા માટે આ ચોરને કોઈ છિદ્ર મળતું નથી. તેથી પ્રવેશવા સમર્થ થતો નથી. આ કથનથી સમજવું કે યથાર્થ જ્ઞાનવાળા મહાત્માને રાગાદિ કષાયો વૃદ્ધિ પામતા નથી; તેનો આત્મા મોહરાજાને આધીન થતો નથી. તે જ્ઞાની મહાત્મા મોહરાજાને જિતે છે. આત્માનંદી બને છે. પણ મોહ તેમાં પ્રવેશી શકતો નથી. રા.
तरङ्गतरलां लक्ष्मीमायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्यायेदभ्रवद् भङ्गुरं वपुः ॥३॥