________________
૫૪ મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર “પ્રથમ સંયમસ્થાનમાં કેટલા પ્રદેશો (અવિભાગ ભાગો) હોય? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે સંપૂર્ણ આકાશાસ્તિકાયની વિચારણા કરવી. તે સંપૂર્ણ આકાશદ્રવ્યમાં જેટલા આકાશપ્રદેશો છે તેનાથી અનંતગુણા ભાગો અવિભાગ સ્વરૂપે એક સંયમસ્થાનમાં છે.” (બૃહત્કલ્પ સૂત્ર ગાથા-૪૫૧૨)
આ સર્વવિરતિધર્મવાળું પ્રથમ સંયમસ્થાન પણ પડિમાધારી શ્રાવક-શ્રાવિકાના સર્વોત્કૃષ્ટ દેશવિરતિ ધર્મવાળા વિશુદ્ધ સંયમસ્થાન કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળું છે. કારણ કે દેશવિરતિધર આત્મા સાવદ્યયોગવાળો છે અને જઘન્ય સંયમસ્થાને વર્તતા સાધુ મહાત્માનો આત્મા નિરવદ્યયોગવાળો છે. સાધુ મહાત્માના સંયમસ્થાનોમાં સૌથી જઘન્ય સંયમસ્થાનમાં વર્તતા આત્માનું જે સંયમસ્થાન છે તે પ્રથમ (જઘન્ય) સંયમસ્થાન છે. તે પ્રથમસંયમસ્થાનથી બીજું સંયમસ્થાન (એટલે કે કંઈક અધિક વિશુદ્ધિવાળું-ક્ષયોપશમ ભાવનું સંયમસ્થાન) અનંતભાગવૃદ્ધિવાળું હોય છે. એટલે કે પ્રથમ સંયમસ્થાનમાં જે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. તેના બુદ્ધિથી અનંતા ભાગ કરીએ તેમાંનો એક ભાગ પ્રથમના સંયમસ્થાનની વિશુદ્ધિમાં ઉમેરીએ તેટલી અધિક વિશુદ્ધિવાળું બીજું સંયમસ્થાન છે તેને “અનંત ભાગાધિક” એવું સંયમસ્થાન કહેવાય છે. પહેલા સંયમસ્થાનથી બીજું સંયમસ્થાન અનંતભાગાધિક અવિભાગોવાળું સંયમસ્થાન છે. આમ સમજવું.
પર્વ તૃતીય, પર્વ ચતુર્થ = પહેલા સ્થાનથી બીજું સ્થાન જેમ અનંત ભાગ અધિક કહ્યું તે જ પ્રમાણે બીજાથી ત્રીજું સંયમસ્થાન અને ત્રીજાથી ચોથું સંયમસ્થાન, ચોથાથી પાંચમું સંયમસ્થાન એમ ક્રમશઃ અસંખ્યાતાં સંયમસ્થાનો “અનંતભાગાધિક વિશુદ્ધિ” વાળાં જાણવાં.
પ્રશ્ન - અનંતભાગાધિક-અનંતભાગાધિક વિશુદ્ધિવાળાં સંયમસ્થાનો “અસંખ્યાત” છે એમ કહ્યું. પરંતુ અસંખ્યાતાના ચડ-ઉતર અસંખ્યાતા ભેદ હોઈ શકે છે. તો અહીં “અસંખ્યાત” એટલે કેટલાં સંયમસ્થાન લેવાં? તેનું કોઈ વાસ્તવિક પ્રમાણ (માપ) છે ?
ઉત્તર - હા, અંગુલમાત્ર જે આકાશ, તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તે માપ અહીં લેવું. તેને શાસ્ત્રોની પરિભાષા પ્રમાણે “કંડક” કહેવાય છે. હવે જ્યાં
જ્યાં કંડક શબ્દ વાપરવામાં આવે ત્યાં ત્યાં “અંગલપ્રમાણ આકાશના અસંખ્યાતમા ભાગમાં જે આકાશપ્રદેશની રાશિ હોય તેટલી સંખ્યા” સ્વયં સમજી લેવી.
વનિત્તમાં વૃદ્ધચ = આ પ્રમાણે અનંતભાગ અધિક અનંતભાગ અધિક વિશુદ્ધિની વૃદ્ધિ વડે “અંગુલ માત્ર આકાશવાળું જે ક્ષેત્ર, તે ક્ષેત્રના એટલે કે અંગુલપ્રમાણ આકાશક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે તેની સંખ્યાપ્રમાણ સંયમસ્થાનો