SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનુભવાષ્ટક - ૨૬ ૬૯૭ સારાંશ કે હેયપદાર્થો હેયસ્વરૂપે જાણીને તેને ત્યજી દેવાની ભાવના થાય, તેના પ્રત્યે ત્યાજ્યભાવ પ્રગટ થાય, જેમ સર્પને સર્પ છે આમ જાણતાંની સાથે જ તેનાથી દૂર થવાની ભાવના પ્રગટે છે તેમ હેય ભાવો પ્રત્યે ત્યાજ્ય ભાવ પ્રગટે. તથા ઉપાદેયભાવોને ઉપાદેય સ્વરૂપે જાણીને તેને પ્રાપ્ત કરવાની લગની લાગે. આવા પ્રકારનું સુખના આસ્વાદનવાળું જે જ્ઞાન તે અનુભવ કહેવાય છે. હવે તે અનુભવને નામાદિ ચાર નિક્ષેપાથી સમજાવીએ છીએ. नामत: अभिधानम्, स्थापनात ः स्थाप्यमानम्, द्रव्यानुभवः भुज्यमानशुभाशुभविपाकेषु अनुपयोगः "अणुवओगो दव्वं" इति वचनात् भावानुभवः अप्रशस्तः सांसारिकविषयकषायाणामनुभवैकत्वम्, प्रशस्तः अर्हद्गुणानुरागैकत्वम् । शुद्धानुभवः स्वरूपानन्तपर्यायपरिणतिवैचित्र्यज्ञानास्वादनैकत्वविश्रान्तिलक्षणः । अत्र भावानुभवावसरः । स च नैगमतः तदिच्छ्कस्य सङ्ग्रहतः उपयुक्तानुपयुक्तस्य तत्कारणाश्रितयोग्यत्वे, व्यवहारतः श्रुताभ्यासवाचनाप्रच्छनाभोक्तुः, ऋजुसूत्रेण मनसो विकल्परोधपूर्वकतन्मयत्वे वर्तमानस्य, शब्दनयेन ज्ञानोपयोगगृहीतानन्तधर्मात्मकात्मद्रव्यानन्तताज्ञानानुभवे सति, समभिरूढनये तु मुख्यज्ञानदर्शनगुणात्मकत्वात्मनि तद्मणतद्भोगतदैकत्वरूपानुभवः, एवम्भूतनयेन एकमुख्यपर्यायतन्मयत्वानुभवः । अत्र यस्यानुभवः तस्य भावना कार्या । इत्येवं स्वरूपानुभवमन्तरेण ज्ञानाचरणादिकं द्रव्यरूपमेव । अतः सानुभवेन भवितव्यम् । “અનુભવ” ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવવામાં આવે છે “અનુભવ” એવું કોઈ સચિત્ત-અચિત્ત વસ્તુનું નામ પાડવામાં આવે છે તે નામનિક્ષેપાથી અનુભવ કહેવાય છે. સ્થાપનાનિક્ષેપથી “અનુભવ” આવા પ્રકારના અક્ષરોની જે સ્થાપના કરવી તે સ્થાપના અથવા જે આત્મામાં અનુભવ જ્ઞાન વ્યાપ્ત થયું છે એવા અનુભવીની જે સ્થાપના તે પણ સ્થાપનાનિક્ષેપથી અનુભવ કહેવાય છે. પુણ્યોદય અથવા પાપોદય જ્યારે વર્તતો હોય ત્યારે તે તે કર્મોના ઉદયથી સાનુકૂળ અથવા પ્રતિકૂળ સંજોગો પ્રાપ્ત થયા હોય તે ભોગવાતા હોય છતાં તેમાં ચિત્તવૃત્તિ સ્થાપિત ન કરવી તે દ્રવ્યાનુભવ અર્થાત્ ઉદયમાં આવીને ભોગવાતાં શુભ અથવા અશુભ કર્મનાં ફળોમાં ઉપયોગ ન રાખવો, હર્ષ શોક ન કરવો, પ્રીતિ-અપ્રીતિ ન કરવી તે દ્રવ્યાનુભવ જાણવો. ‘‘અનુપયોગો દ્રવ્યમ્'' જ્યાં જ્યાં ઉપયોગ ન હોય ત્યાં ત્યાં તે ક્રિયા દ્રવ્યક્રિયા કહેવાય છે આવું શાસ્ત્રકાર મહર્ષિઓનું વચન છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy