________________
૫૧૨ નિર્ભયાષ્ટક-૧૭
જ્ઞાનસાર વિવેચન :- જે જે મહાત્મા-પુરુષોને પર-પદાર્થની અપેક્ષા નથી, પરદ્રવ્યની આશ્રયતા નથી, પરાધીનતા નથી, પર-પદાર્થોની આશા-ઈચ્છા નથી. મનથી પણ જે કોઈ પર પદાર્થની અપેક્ષા-આશા રાખતા નથી, ખાણી-પીણી, રહેણી-કરણીની કોઈ વસ્તુ મળી તો પણ શું? અને ન મળી તો પણ શું? કોઈ વ્યક્તિઓ મળવા આવ્યા તો પણ શું? અને તે મળવા ન આવ્યા તો પણ શું? કોઈએ આવકાર, માન-સન્માન કર્યું તો પણ શું? અને આવકાર માન-સન્માન ન કર્યું તો પણ શું? આમ જે મહાત્માને પરતરફ આશા કે અપેક્ષા જ નથી, સર્વથા પરથી નિર્લેપ અને નિસ્પૃહ છે. તેવા મહાત્મા પુરુષ કે જેઓ આત્માની કેવલ એક સ્વભાવદશામાં જ રમણતા કરનારા છે. કેવલ એકલી સ્વભાવદશાની જે અદ્વૈતતા (એકતા) તે સ્વભાવાદ્વૈતતા, તેમાં જ વર્તનારા છે. આત્માના શુદ્ધસ્વરૂપમાં જ લયલીન રહેનારા છે. આ મહાત્મા પુરુષોને ભય, ભ્રમ અને ખેદનો વિસ્તાર એટલે કે આ ત્રણેનું સામ્રાજ્ય, આ ત્રણે દોષો તરફથી થતો પરાભવ કેમ હોય ? અર્થાત્ ન જ હોય.
અહીં ભય એટલે ભયભીતતા-ત્રાસડરપોકતા-ભયજન્ય કંપનતા કેમ હોય ? જો પરની અપેક્ષા જ નથી તો પછી ભય-ત્રાસ કેમ હોય? અર્થાત્ ન જ હોય, એવી રીતે ભ્રાન્તિ એટલે ભ્રમ પણ કેમ હોય? ન જ હોય, જેમકે કોઈ પુરુષને કોઈ સ્ત્રીનો અને કોઈ સ્ત્રીને કોઈ પુરુષનો અતિશય પ્રેમ હોય, તેના જ સુખે સુખી અને તેના જ દુઃખે દુઃખી, આવો દઢ રાગ હોય તેવા પરાધીન આત્માઓને જ તે તે પાત્રોના વિયોગકાલે જ્યાં ત્યાં તે જ પાત્ર છે આમ ભ્રમ થાય છે અને ગાંડા માણસની જેમ મોહબ્ધ એવા તે જીવ ભટકે છે. પણ આ મહાત્માઓને આવા પ્રકારની કોઈ પણ પરદ્રવ્યની અપેક્ષા જ નથી તેથી ક્યાંય આવો ભ્રમ પણ થતો નથી. તથા જેને જેને પરદ્રવ્યની અપેક્ષા હોય છે તેને તેને તે તે પદાર્થોની રાહ જોતાં જોતાં ઘણો સમય વીતી જાય ત્યારે ફલાન્તિ-ખેદ થાય છે, થાકી જાય છે, ઉદાસીન બની જાય છે. મનમાં ક્લેશ કરે છે, પણ પરથી નિઃસ્પૃહ આત્માને આવું કંઈ થતું નથી. આ રીતે નિઃસ્પૃહ આત્માઓ ભય-ભ્રમ અને ક્લાન્તિ વિનાના હોય છે. નિઃસ્પૃહ આત્માને ભય-ભ્રમ અને ક્લાત્તિ સંભવતાં નથી. તેથી તજન્ય પીડા પણ સંભવતી નથી.
આ પ્રસંગે કાકુન્યાયથી અર્થ સમજાવ્યો છે. આપણે જે અર્થ સમજાવવો હોય તે અર્થ (સીધે સીધો ન સમજાવતાં) પ્રશ્ન દ્વારા જણાવીએ તેને કાકુન્યાય કહેવાય છે. આવા મુનિઓને શું ભય-ભ્રમ અને ખેદ હોય? અર્થાત્ ન જ હોય. આમ પ્રશ્ન પૂછવા દ્વારા ઉત્તર આપ્યો છે તેથી તેને કાકુન્યાય કહેવાય.
- ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે જેણે જેણે પરવસ્તુનું ગ્રહણ અને સંરક્ષણ કર્યું છે, કરે છે અને કરવાની ઈચ્છા રાખે છે તેને તેને પરની આશા આદિના કારણે ભય-ભ્રમ અને ખેદ