________________
૬૬૪
શાસ્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
દેવો (તથા નારકી) સર્વે અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન-અવધિદર્શન (મિથ્યાત્વી હોય તો વિર્ભાગજ્ઞાન)ની શક્તિથી રૂપી વસ્તુને દેખવાની શક્તિવાળા હોય છે. સર્વે દેવ-નારકીઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન-અવધિદર્શન હોય છે. તેનાથી દેખવાનું કામ કરે છે, માટે અવધિજ્ઞાન રૂપી ચક્ષુવાળા કહેવાય છે.
સર્વે સિદ્ધ ભગવંતો (ઉપલક્ષણથી સયોગી-અયોગી કેવલીભગવન્તો) કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયથી પોતાના આત્માના સર્વપ્રદેશોમાં ઉત્પન્ન થયેલા ક્ષાયિકભાવના કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂપી ચક્ષુથી નિરંતર જોનારા હોય છે. એટલે કે સતત કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગમય હોય છે.
સર્વે સાધુસંતો (મહાત્મા પુરુષો) અર્થાત્ રાગ-દ્વેષને જીતીને નિર્ગસ્થ થનારા સંસારના ત્યાગી મુનિ પુરુષો શારૂપી ચક્ષુવાળા હોય છે. શાસ્ત્રનું જ આલંબન લઈને સતત સ્વાધ્યાય અને અભ્યાસ કરીને તેના જ્ઞાનને ધારણ કરનારા અને તેના દ્વારા દેખનારા હોય છે. કોઈપણ સૂક્ષ્મ-બાદર વસ્તુના સ્વરૂપનો વિચાર અને તેના સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરીને કરાતો નિર્ણય શાસ્ત્રની પંક્તિઓ દ્વારા કરે છે. માટે સાધુસંતોને શાસ્ત્ર એ જ ચહ્યુ છે. આ કારણે જ સાધુ જીવનમાં સ્વાધ્યાય કરવો અને કરાવવો, વાચના આપવી અને વાચના લેવી, વાચના સાંભળવી અને શક્તિ હોય તો વાચના સંભળાવવી આ જ સાધુજીવનનું મુખ્ય કર્તવ્ય છે. મહાપુરુષોએ કહ્યું છે કે –
સાધુ આગમરૂપી ચક્ષુવાળા છે, સર્વે પ્રાણીઓ ચર્મની ચક્ષુવાળા છે. દેવો અવધિજ્ઞાનરૂપી ચક્ષુવાળા છે અને સિદ્ધભગવંતો સર્વ ચક્ષુવાળા (કેવલજ્ઞાન રૂપી ચક્ષુવાળા) હોય છે.”
આ કારણે નિર્ચન્દમુનિઓને વાચના આદિ સ્વાધ્યાય જ મુખ્ય છે. “પુખરવર” સૂત્રમાં પણ થમૂત્તર વ પદમાં આ જ વાત કહી છે કે ચારિત્રધર્મ આવ્યા પછી સાંસારિક રળવા અને રાંધવા વગેરેનાં સાવદ્ય બંધનો ન હોવાથી નિરંતર શ્રતધર્મની વૃદ્ધિ થાઓ, માટે સ્વાધ્યાયાદિ જ આરાધવા જોઈએ. બીજાં પ્રલોભનો ચારિત્રધર્મથી પતનનાં કારણો છે. આમ જાણવું. ll૧||
पुरःस्थितानिवोर्ध्वाधस्तिर्यग्लोकविवर्तिनः । सर्वान् भावानवेक्षन्ते, ज्ञानिनः शास्त्रचक्षुषा ॥२॥