________________
૫૦
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર વિવેચન :- શ્રી ભગવતીજી નામના પાંચમા અંગમાં સાધુ-સંત મહાત્માઓને પ્રવ્રજ્યા સ્વીકાર કર્યાને જેમ જેમ માસ-વર્ષ આદિ અધિક અધિક કાળ પસાર થાય છે તેમ તેમ આત્માના ગુણોના આનંદનો અનુભવ થવાથી અને “પદ્રવ્યનો આનંદ મોહક છે, ભ્રામક છે.” આ વાત બરાબર સમજાઈ જવાથી ભોગી જીવને જેમ ભોગસુખથી મુખ ઉપર તેજ (લાલી) ચમકે છે. તેમ આત્માનંદી આ સાધુભગવંતોને મુખ ઉપર આત્મગુણોના સુખના આસ્વાદના આનંદની લહરીઓ (તેજોલેશ્યા) ચમકે છે. મંદવૈરાગ્યવાળાને (પરદ્રવ્ય પ્રત્યેની પ્રીતિ હજુ સર્વથા ગઈ ન હોવાથી) તેવી ચમક (તેજોવેશ્યા) આવતી નથી. આત્મગુણોના સુખમાં જ આનંદ માનનારા અને પારદ્રવ્યના સુખને ભ્રામક માનનારા જીવને આ તેજ વધે છે. શબ્દાર્થ આ પ્રમાણે છે -
તેજોવેશ્યા એટલે ચિત્તમાં સુખની પ્રાપ્તિ થવી તે, અર્થાત્ નિરુપાધિક એવો જે સુખલાભ તે તેજોલેશ્યા, એટલે કે જ્ઞાનના આનંદના આસ્વાદનો જે અનુભવ થવો તે તેજલેશ્યા. સ્વગુણોના આનંદની લહરીઓ ચમકવી તે તેજલેશ્યા. તેજની વેશ્યા, તેની વિશેષ વૃદ્ધિ થવી, દિન-પ્રતિદિન તેમાં વિશેષ વધારો થવો, આવા પ્રકારની તેજોલેશ્યાની વિશેષવૃદ્ધિ સાધુને એટલે કે નિર્ચન્દમુનિને ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી થાય છે. આ પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં એટલે કે પાંચમા અંગમાં જે તેજલેશ્યાની વિશેષ વૃદ્ધિ કહી છે. તે નિર્મળ આત્મગુણોના સુખનો આસ્વાદ કરવા રૂપ તેજોલેશ્યાની વિવૃદ્ધિ આવા મુનિને જ એટલે કે આત્માના જ્ઞાનસુખમાં જે મગ્ન છે તેવા મુનિને જ સંભવે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ રત્નત્રયીની સાથે એકતા પામેલા, તે ગુણોના સુખની જ લીલાવાળા એવા મહાત્માને જ સંભવે છે. મંદ વૈરાગ્યવાળા મુનિને ગુણોના સુખના આનંદનો અનુભવ (યથાર્થ રીતે) થતો નથી.
अत्र प्रस्तावना-तत्र प्रथमं संयमस्वरूपमुच्यते-आत्मनि चारित्रनामा गुणः अनन्तपर्यायोपेतानन्ताविभागरूपोऽस्ति । तथा च विशेषावश्यके-दानादिलब्धिपञ्चकं चारित्रं सिद्धस्यापि इच्छन्ति, तदावरणस्य तत्राप्यभावात्, आवरणाभावे च तदसत्त्वे क्षीणमोहादिष्वपि तदसत्त्वप्रसङ्गात्, ततस्तन्मते चारित्रादीनां सिद्धावस्थायां सद्भावः । चारित्रं च चारित्रमोहावृतं, तच्च तत्त्वश्रद्धासम्यग्ज्ञानपूर्णानन्देहाविर्भावपश्चात्तापादिभ्यः क्षयोपशमावस्थागतं च चारित्रमोहपुद्गलेषु उदयप्राप्तेषु भुक्तेषु अनुदितेषु विष्कम्भितेषु केषुचित् प्रदेशभोगितां नीतेषु, चारित्रगुणविभागानामाविर्भावो भवति,
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - સૌથી પ્રથમ સંયમનું જ સ્વરૂપ સમજાવાય છે.