________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૫૧
આત્મામાં “ચારિત્ર” નામનો એક સુંદર ગુણ છે અને તે ચારિત્રગુણ અનંત અનંત પર્યાયોથી યુક્ત તથા અનંત અનંત અવિભાગના સમૂહાત્મક છે. એટલે ચારિત્રગુણના બુદ્ધિથી અનંત અનંત અવિભાગ (નિર્વિભાજ્ય એવો અન્તિમખંડ તે અવિભાગ) ખંડ થઈ શકે તેટલા અનંત અવિભાગ ખંડોના સમૂહમય આ ગુણ છે.
-
શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ કહ્યું છે કે “સિદ્ધ પરમાત્માને પણ દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર શાસ્ત્રકારો ઈચ્છે છે.’ સિદ્ધ પરમાત્માઓ ધન-વસ્ત્ર કે ખોરાકનું ગરીબોને દાન કરતા નથી. કારણ કે પુદ્ગલ સાથે સંબંધ જ નથી, તેમજ શરીરનો પણ ત્યાગ કરેલો છે. એટલે કોઈ પુદ્ગલનો લાભ નથી. ખોરાકાદિ ભોગ પણ નથી. વસ્ત્ર પહેરવાં કે અલંકારો પહેરવા કે સ્ત્રી વ્યવહાર કરવો એવો ઉપભોગ પણ નથી તથા મન-વચન-કાયાથી રહિત છે. તેથી તેના દ્વારા વપરાતું કરણવીર્ય પણ નથી. તેથી અહીં શંકા થવી સંભવિત છે કે સિદ્ધ ભગવંતોને દાનાદિ પાંચ લબ્ધિઓ કેમ ઘટે ? તથા ચારિત્ર એટલે સદાચારી જીવન, પાંચ મહાવ્રતના પાલન સ્વરૂપ ચારિત્ર. પરંતુ સિદ્ધભગવંતોને જીવન નથી, શરીર નથી, મન નથી એટલે કોઈપણ જાતનું સદાચારી જીવન કે મહાવ્રતનું પાલન એ રૂપ ચારિત્ર પણ નથી. તેથી આ ગુણો તેઓમાં કેમ હોઈ શકે ? આવો પ્રશ્ન થવો સંભવિત છે. તેનો આ પંક્તિમાં ઉત્તર આપે છે કે -
સર્વથા પુદ્ગલોના વ્યવહારોનો ત્યાગ અને પુદ્ગલાદિ પરદ્રવ્યથી આત્માને અત્યન્ત ભિન્ન કરવો એ જ અનંતદાન, પોતાના અનંતગુણોની પ્રાપ્તિ એ જ અનંતલાભ, પોતાના ગુણોનો વપરાશ તે ભોગ, વારંવાર સ્વગુણોનો વપરાશ તે જ ઉપભોગ, ગુણોના સુખના આનંદમાં જ વીર્યનું વાપરવું તે અનંતલબ્ધિવીર્ય. આમ દાનાદિ પાંચે લબ્ધિઓ સિદ્ધ પરમાત્માને હોય છે તથા મન-વચન-કાયા દ્વારા સદાચારી જીવન જીવવું કે મહાવ્રતપાલન રૂપ જે ચારિત્ર છે તે ત્યાં શરીર ન હોવાથી ભલે ન હોય. પરંતુ ક્યારેય વિભાવદશામાં ન જવું. પરભાવદશારૂપે પરિણામ ન પામવું. સ્વભાવદશામાં જ લયલીન રહેવું તે સ્વરૂપ અનંતચારિત્ર સિદ્ધ ભગવંતોને છે આમ સિદ્ધભગવંતોને દાનાદિ પાંચ લબ્ધિઓ તથા ચારિત્ર અવશ્ય હોય છે.
દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર સિદ્ધભગવંતોને હોવાનું કારણ એ છે કે આ ગુણોના આવરણ કરનારાં અંતરાયકર્મ અને મોહનીય કર્મનો ક્ષીણમોહ-સયોગી અને અયોગી ગુણવસ્થાનકની જેમ ત્યાં (સિદ્ધાવસ્થામાં) પણ સર્વથા અભાવ જ છે. ક્ષપકશ્રેણીના કાલે આ જીવોએ તે કર્મોનો નાશ કરેલો છે. આવરણભૂત એવાં અંતરાય કર્મ અને મોહનીય
કર્મનો અભાવ સિદ્ધદશામાં હોવા છતાં પણ જો દાનાદિ લબ્ધિઓ અને ચારિત્ર ન માનીએ