________________
જ્ઞાનમંજરી
અનાત્મશંસાષ્ટક – ૧૮
૫૪૫
વિવેચન :- હે હંસ ! જીવને હંસ કહીને કોમલ આમંત્રણ આપીને ટીકાકારશ્રી સમજાવે છે કે હે જીવ ! તું તો હંસની તુલ્ય છે. જેમ હંસ માન સરોવરમાં રહેવાનો રસિક હોય છે. તેમ હે જીવ ! તું પણ “આત્મતત્ત્વ” રૂપી જલથી ભરેલા માન સરોવરમાં નિવાસ કરવામાં જ રસિક છે. તેથી હંસની તુલ્ય છે. સ્વભાવદશામાં જ રમવાને ટેવાયેલો એવો તું ‘‘સ-મુદ્દોષિ’’ સાધુપણાના વેશરૂપી મુદ્રાને ધારણ કરવાવાળો થઈને અર્થાત્ સ્વભાવદશામાં જ રહેનારો અને સાધુવેશમાં વર્તનારો થઈને પણ મોહદશાને આધીન થયો છતો “હું કંઈક છું” આવા પ્રકારના અહંકાર-મોટાઈ રૂપી પવનથી પ્રેરાયો છતો ક્ષોભને પામતો-આકૂળવ્યાકૂળતાને પામતો છતો મોહના વિકારાત્મક અનેક પ્રકારના આવા આવા વિકલ્પોને કરતો છતો નિરંતર ધર્મના અભ્યાસથી પ્રાપ્ત કરેલા શ્રુતધરપણાને, વ્રતારિપણાને અને આમધૈષધિ આદિ લબ્ધિરૂપ વિશિષ્ટ વિશિષ્ટ ગુણોના સમૂહને પાણીના ફુગ્ગાની જેમ અથવા પાણીના પરપોટાની જેમ વ્યર્થ નાશ કેમ કરે છે ? મહામુશ્કેલીએ મેળવેલા ગુણો પ્રાપ્ત કરીને ગંભીર પ્રકૃતિવાળો બન. ગુણોને પચાવતાં શીખ. દુર્લભ ગુણોનો નિરર્થક વિનાશ ન કર, તેં મેળવેલા ગુણો તારા જ હિત માટે-કલ્યાણ માટે છે. પોતાના ગુણો પોતાના કલ્યાણના જ હેતુભૂત હોય છે. તે ગુણો બીજાને દેખાડવાથી શું લાભ ?
અભિમાનાદિ કરવા વડે કલંકિત થયેલા ગુણો તુચ્છરૂપ-મૂલ્યહીન થઈ જાય છે. તેથી મેળવેલા ગુણોનો માન-ઉત્કર્ષ કરવો નહીં, આત્મશ્લાઘા ન કરવી. અનંત અનંત પુન્યાઈએ મેળવેલું શ્રુતધરપણું-વ્રતધરપણું, આકાશગામિની આદિ લબ્ધિઓવાળાપણું વગેરે કર્મોના ક્ષયોપશમથી અને આત્મગુણોના વિકાસથી મળે છે. સંઘાદિના વિશિષ્ટ કાર્ય વિના તેનો ઉપયોગ વર્જ્ય છે. તેથી જ લબ્ધિઓ મળે ત્યારે જીવ અપ્રમત્ત હોય છે પણ લબ્ધિઓ ફોરવે ત્યારે પ્રમત્ત કહેવાય છે. માટે હે હંસતુલ્ય જીવ ! તું ગુણ-ગંભીર થા. ગુણોને પચાવતાં શીખ. મોહના વિકારોને જીતતાં શીખ, ઉછાંછળાપણું અને ઉડાઉપણું તને જ નુકશાન કરનારું છે. ધીર, વીર અને ગંભીર થા. Iણા
निरपेक्षानवच्छिन्नानन्तचिन्मात्रमूर्तयः ।
योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पनाः ॥८ ॥
=
ગાથાર્થ ઃ- પરપદાર્થની અપેક્ષા વિનાના, નિરંતર (સતત), અનન્ત એવા જ્ઞાનમાત્રની જ મૂર્તિ (શરીર)વાળા યોગિ પુરુષો ઉત્કર્ષ અને અપકર્ષની અપરિમિત એવી અનેક કલ્પનાઓ વિનાના નિર્વિકલ્પક દશાવાળા હોય છે. IIII