________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૨૫
તેમ આ સંસાર તરવો પણ ઘણો દુષ્કર છે. સમુદ્રમાં જે જે ભાવો હોય છે તે તે ભાવો સંસારમાં પણ છે. આમ સમજીને આ સંસારને સમુદ્રની ઉપમા અપાય છે.
જ્ઞાની મહાત્મા પુરુષ ભવરૂપી તે સમુદ્રને તરવાના ઉપાયોને એટલે કે સંસારરૂપી સમુદ્રના પારને પામવાના ઉપાયને પોતાનાથી શક્ય બની શકે તેટલા સર્વ પ્રયત્નોથી ઈચ્છે છે. તે સંસારરૂપી સમુદ્ર કેવો છે તે નીચેની ઉપમાઓથી સમજાવે છે.
(૧) ગંભીર છે મધ્ય ભાગ જેનો એવો, અર્થાત્ જેમ સમુદ્રનો મધ્યભાગ ઘણો જ ઊંડો હોય છે તેમ સંસારનો પણ મધ્યભાગ ઘણો જ ઊંડો હોય છે. અર્થાત્ સંસારમાં પડ્યા એટલે ડુબ્યા જ સમજો. તેમાંથી નીકળી શકાતું નથી, દિન-પ્રતિદિન બોજો વધતો જ જાય છે. ચિંતાઓ વધતી જ જાય છે.
(૨) અજ્ઞાનરૂપી વજનું બનેલું છે તળીયું જેનું એવો આ સંસારરૂપી સમુદ્ર છે. જીવદ્રવ્ય શું ? તેનું સ્વરૂપ શું ? અજીવદ્રવ્ય શું ? તેનું સ્વરૂપ શું ? આ દ્રવ્યોને બરાબર ઓળખીને ભેદ કરવો, હેયને તજવું, ઉપાદેયને આદરવું, આવા પ્રકારનો વિવેક નથી જ્યાં તે અજ્ઞાન, યથાર્થ તત્ત્વબોધથી શૂન્ય એવું જે જ્ઞાન તે અજ્ઞાન, સંસારમાં રહેલા જીવોને મોહને વશ ભયંકર અજ્ઞાન હોય છે તે અજ્ઞાન પ્રાયઃ (થોડા જીવોને છોડીને) તુટતું નથી, દૂર થતું નથી. એટલે વજ્રરત્નનું હોય તેની ઉપમા આપીને સમજાવે છે કે સમુદ્રનું નીચેનું તળીયું જાણે વજનું હોય તેવું મજબૂત હોય છે. તેથી તે તુટતું નથી, તિરાડ પડતી નથી, તેમ સંસારી જીવોનું અજ્ઞાન ક્યારેય તુટતું નથી, મોહાન્ધતા દૂર થતી નથી કે તેમાં તિરાડ પડતી નથી. તેથી દુઃખે દુ:ખે ભેદાય એવું જાણે વજનું બનાવેલું હોય શું ? આવું અજ્ઞાનમય છે તળીયું જેનું એવો આ સંસારરૂપી સમુદ્ર છે.
(૩) વ્યસનશૈવૈ: = દુઃખો રૂપી પર્વતોની હારમાળા વડે રોકાઈ ગયા છે સદ્ગતિ રૂપી આગળ જવાના માર્ગો જેમાં એવો આ સંસારસમુદ્ર છે. સમુદ્રમાં કોઈપણ વહાણ અથવા સ્ટીમ્બર ચાલતી હોય, વેગે વેગે આગળ ધપતી હોય, પણ જો તેમાં પર્વતોની હારમાળા જ આવે તો તેના વડે આગળ જવાના રસ્તા રોકાઈ ગયા હોય છે, ત્યારે તે વહાણ કે સ્ટીંબર આગળ જઈ શકતી નથી. તેમ શારીરિક, માનસિક, સાંયોગિક અનેક પ્રકારનાં દુઃખો, જેમકે શરીરની ખોડ ખાંપણ, વિકલાંગતા, માથાનો દુઃખાવો, પેટનો દુઃખાવો આ શારીરિક દુઃખો, રાગ-દ્વેષ-શોક-રતિ-અરતિજન્ય મનમાં જે દુઃખો તે માનસિક દુઃખો અને ધનની હાનિ, પુત્રાદિનો વિયોગ, વિકલાંગવાળા પુત્રાદિની પ્રાપ્તિ આવા પ્રકારનાં સાંયોગિક દુઃખોથી આ સંસાર ભરેલો છે. તે દુ:ખોથી આ જીવ સદા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ભરેલો છે. તેથી સ્વર્ગગમન કે મુક્તિગમન પ્રાપ્ત કરવા રૂપ સદ્ગતિ તરફનું ગમન અટકી