________________
જ્ઞાનમંજરી લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
૬૪૩ (૩) દ્રવ્યલોક - રૂપી અને અરૂપી એવા અજીવ અને જીવાત્મક જે લોક છે અર્થાત્ છ
દ્રવ્યાત્મક જે લોક છે તે દ્રવ્યલોક. (૪) ક્ષેત્રલોક - ઊર્ધ્વલોક, અધોલોક અને તિસ્કૃલોક રૂપ જે લોક છે તે ક્ષેત્રલોક. (૫) કાલલોક - સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, શ્વાસોચ્છવાસ, મુહૂર્ત, દિવસ-રાત્રિ
માસ-વર્ષ રૂપ કાલના પરિમાણાત્મક જે લોક છે તે કાળલોક. (૬) ભવલોક :- મનુષ્ય-નારકી-તિર્યંચ અને દેવ આમ ચાર ગતિ રૂપ જે લોક છે તે
ભવલોક. ભાવલોક - ઔદયિક, લાયોપથમિક, ક્ષાયિક, ઔપથમિક અને પરિણામિક આવા પાંચ પ્રકારનો ભાવાત્મક જે લોક છે તે ભાવલોક. પર્યાવલોક - દ્રવ્યોનું ગુણાદિમાં પરિણમન થવું તે પર્યાવલોક એટલે કે પર્યાયાત્મક લોક કહેવાય છે.
આ સર્વ વર્ણન આવશ્યકનિયુક્તિ ગાથા ૧૦૫૭ માંથી સમજવું. તથા શ્રી વિશેષાવશ્યકભાષ્યની અંદર ગાથા ૧૯૫ માં દ્રવ્યલોકનું, ૧૯૭ માં ક્ષેત્રલોકનું, ૧૯૮ માં કાલલોકનું, ૧૯૯ માં ભવલોકનું, ૨૦૦ માં ભાવલોકનું અને ૨૦૨ માં પર્યાયલોકનું વર્ણન છે. ત્યાંથી પણ જોઈ લેવા વિનંતિ છે
અથવા જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિમય જે સંસાર છે અને નર-નારકાદિના ભવસ્વરૂપ જે સંસાર છે તે દ્રવ્યલોક સમજવો. તથા ઔદયિકાદિ પાંચ ભાવોમાંથી પરભાવની સાથે એકતારૂપ જે મોહાલ્વ એવો ઔદયિક ભાવવાળો જીવસમૂહ છે તે અપ્રશસ્ત ભાવલોક જાણવો. અહીં નર-નારકાદિ રૂપે ચાર ગતિમય જે ભવલોક છે તે અને વિભાવદશાની સાથે ઐક્યતાવાળો જીવસમૂહરૂપ જે અપ્રશસ્ત ભાવલોક છે આ બન્ને આ જીવે ત્યજવાલાયક છે. અર્થાત્ ત્યાજ્ય છે. કારણ કે જે ભવલોક છે તે કર્મોનો ઔદયિકભાવ છે એટલે કે વિભાવદશા છે અને અપ્રશસ્ત એવો જે ભાવલોક છે તે વિભાવદશાની સાથે એકતારૂપ હોવાથી નવા કર્મબંધનો હેતુ છે. માટે આ બન્ને લોકની સંજ્ઞા ત્યાજ્ય છે. આ લોકસંજ્ઞા ધર્માર્થી આત્માઓએ સાત નયોથી વિચારીને દૂરથી જ ત્યજવા લાયક છે. તે સાત નયોથી લોકસંજ્ઞા આ પ્રમાણે છે - (૧) નૈગમનય :- લોકસંજ્ઞાના નિમિત્તભૂત સુખશયા વગેરે જે સાધનો છે. તેના કારણભૂત
મશરૂ વગેરેને સુખસાધન માનવું તે નૈગમનયથી લોકસંજ્ઞા જાણવી.