________________
જ્ઞાનમંજરી
અનુભવાષ્ટક - ૨૬
૭૧૧
પના-વિપચેતના, તસ્યા: શિન્જં-વિજ્ઞાનં, તસ્ય વિશ્રાન્તિ:-ઝમાવ: કૃત્યર્થ: तस्मान्न । अत: अनुभवे तुर्या एव दशा वाच्या ।
यद्यपि तुर्या दशा सर्वज्ञस्य तथापि यथार्थ श्रुतभावितचेतनानां केवलकरणत्वेनोपचारात् स्वरूपाच्च तुर्यैव दशा वक्तुं शक्या । न हि तत्र दशात्रयसम्भवः । तेनानुभवः समाधिहेतुः ॥७॥
વિવેચન :- સંસારી આત્માની ચાર દશા હોય છે એમ પૂજ્ય શ્રી મલ્લવાદીસૂરિજીએ નયચક્ર (દ્વાદશાર નયચક્ર) નામના ગ્રંથમાં કહ્યું છે. (૧) સુષુપ્તિદશા, (૨) સ્વાપદશા, (૩) જાગરદશા અને (૪) ઉજ્જાગરદશા. ત્યાં ગાઢ નિદ્રાવાળી જે દશા તે સુષુપ્તિદશા. આ દશા મિથ્યાર્દષ્ટિગુણસ્થાનકે રહેલા જીવોને હોય છે. જેમ ઘોર નિદ્રામાં સૂતેલા માણસને તેની સામે શું થાય છે ? તેની કંઈ જ ખબર પડતી નથી તેમ મિથ્યાત્વ મોહના ઉદયને આધીન થયેલા જીવોને તત્ત્વ શું ? અને અતત્ત્વ શું ? આત્માને હિતકારી શું ? અને અહિતકારી શું ? તેની કંઈ જ ખબર હોતી નથી, મિથ્યાત્વમોહનો ઉદય જોરદાર છે તેથી આ સુષુપ્તિદશા કહેવાય છે અને પહેલા ગુણસ્થાનકવર્તી જીવોને હોય છે.
સામાન્ય શયનવાળી જે અવસ્થા તે સ્વાપદશા છે. અર્થાત્ અલ્પનિદ્રાવાળી જે અવસ્થા તે સ્વાપદશા કહેવાય છે. આ દશા અવિરતસમ્યગ્દષ્ટિ જીવોને (તથા દેશવિરતિધર જીવોને) હોય છે. અહીં મિથ્યાત્વમોહનો ઉદય નથી, પણ ચારિત્રમોહનીયનો ઉદય છે. તેથી તત્ત્વાતત્ત્વની જાણકારી છે, વિવેક છે, પણ વિશિષ્ટ આચરણ નથી તથા ત્રીજી જાગરદા (જાગૃતદશા) પ્રમત્ત અને અપ્રમત્ત મુનિઓને હોય છે. કારણ કે ત્યાં ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશવિશેષ હોય છે. આત્માનું હિત થાય તેવા અને મોહનો નાશ થાય તેવા સંકલ્પ અને વિકલ્પો હોવાથી આત્મા જાગૃત છે, પણ નિદ્રાધીન નથી.
ચોથી દશા ઉજ્જાગર દશા કહેવાય છે. જ્યાં ઊંઘવાનું જ નથી એટલે ઊંઘમાંથી ઉઠવાનું પણ નથી. અર્થાત્ કાયમ જાગૃત જ છે. જાગૃત થવાનું નથી. તે ઉજ્જાગરદશા છે. આ દશા આઠમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. આ ચોથી ઉજ્જાગરદા ક્ષપકશ્રેણી સંબંધી ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં છદ્મસ્થ જીવોને અને તેરમા ગુણઠાણે કેવલી પરમાત્માને હોય છે. ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં જે ઉજ્જાગરદશા છે તે ઉત્તરા કહેવાય છે અને તેરમા ગુણઠાણે જે ઉજ્જાગરદશા છે તેને ઉત્તરોત્તરા કહેવાય છે. આ રીતે ધ્યાનમાં વર્તતા મુનિમહાત્માઓને ઉત્તરા નામની ઉજ્જાગરદશા હોય છે અને કેવલજ્ઞાની ભગવંતોને ઉત્તરોત્તરા નામની ઉજ્જાગરદશા હોય છે.
પૂ. શ્રી હરિભદ્રસૂરિજી કૃત વિંશતિવિંશિકામાં કહ્યું છે કે તીવ્ર નિદ્રાથી વ્યાપ્ત છે ચિત્ત