________________
४०४ મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર શુદ્ધ સ્વભાવમાં જ વર્તવું. ક્યાંય પણ મારાપણાનો પરિણામ ન રાખવો. સંસારી સર્વ ભાવોથી અલિપ્ત બનવું તેને જ યથાર્થ મૌન કહેવાય છે. “વાણીનો ઉપયોગ ન કરવો અર્થાત્ ન બોલવું” તેને જે મૌન કહેવાય છે તેની પાછળ પણ આ જ ભાવ છુપાયેલો છે. કારણ કે સંસારી સર્વે જીવો વિષયવાસના, કષાયો અને રાગદ્વેષાદિ કલુષિત ભાવોથી ભરેલા છે. તેથી
જ્યારે જ્યારે કંઈ પણ બોલશે ત્યારે ત્યારે કાં તો રાગપૂર્વક, કાં તો શ્વેષપૂર્વક વાણીનું ઉચ્ચારણ કરશે. અથવા સામેના જીવમાં પ્રેમ વધે કે કડવાશ વધે તેવાં મીઠાં અને કડવાં વચનો બોલશે. તેનાથી રાગ-દ્વેષ વધશે તેના કરતાં ન બોલે તો સારું. એમ સમજીને પોતાનામાં કે પરમાં રાગ-દ્વેષ અને કાષાયિક વૃત્તિઓ રોકવા માટે જ બોલવાનું બંધ રાખવામાં આવે છે. તેથી આવા ભાવપૂર્વક વાણીનું જે અનુચ્ચારણ કરવું તે પણ મૌન શ્રેયસ્કર છે. તત્ત્વજ્ઞાનના અર્થી જીવે ઉપરોક્ત ભાવને સમજવા અવશ્ય પ્રયત્ન કરવો. Iટા
તેરમું અષ્ટક સમાપ્ત