________________
૧૬
.........જ્ઞાનસાર ઉપરની જ્ઞાનમંજરી “જ્ઞાનસાર” ઉપર બીજી ટીકાઓ અને વિવેચનો છે પરંતુ “જ્ઞાનમંજરી” નામની ટીકા કંઈક કઠીન અને દુઃખે સમજાય તેવી તથા વિશાળ અર્થથી ભરેલી છે. દરેક અષ્ટક અષ્ટકે સાત નયોથી અને ચારે નિક્ષેપાઓથી તે તે વિષયની સુવિચારણાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાસંગિક બીજા બીજા ભાવો પણ ઘણા આલેખ્યા છે. જેમકે કમ્મપયડમાં આવતાં સંયમસ્થાનોની પ્રરૂપણા તથા પડુસ્થાનની પ્રરૂપણા, છ કારકની પ્રરૂપણા, યોગસ્થાનકોમાં આવતી વર્ગણા અને સ્પર્ધકોની પ્રરૂપણા વગેરે વિષયો સૂક્ષ્મતાથી ચર્ચા છે. “જ્ઞાનમંજરી” ની જુદા જુદા જ્ઞાનભંડારોની ઘણી ભિન્ન ભિન્ન હસ્તલિખિત તથા પ્રકાશિત થયેલી પ્રતો છે. પરંતુ દરેકમાં ઘણી અશુદ્ધિ દેખાય છે. એટલે સાચો અર્થ કાઢવો ઘણો મુશ્કેલ છે. પરંતુ પૂજયપાદ આચાર્ય મ. શ્રી ઓંકારસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. યશોવિજયસૂરીશ્વરજી મ.સા. આદિના સમુદાયનાં પૂજય સાધ્વીજી મ. શ્રી રમ્ય રેણુના શિષ્યા પૂ. દિવ્યગુણાશ્રીજી મહારાજશ્રીએ ઘણી પ્રતો ભેગી કરીને, પરસ્પર પાઠો મેળવીને, છેલ્લા ૪-૫ વર્ષના અતિશય પ્રયત્નપૂર્વક ઘણું સંશોધન કરીને હમણાં જ વિક્રમ સંવત ૨૦૬૪ ના વર્ષમાં જે પુસ્તક પ્રકાશિત કર્યું છે તેનો મુખ્યતાએ આધાર લઈને અમે આ જ્ઞાનમંજરી ટીકા તથા તેનું વિવેચન તૈયાર કર્યું છે. આ અવસરે આ સમુદાયનાં સર્વે સાધુભગવંત અને સાધ્વીજી ભગવંતોનો તથા પૂજય શ્રી દિવ્યગુણાશ્રીજી મ.સાહેબનો ઘણો જ આભાર સ્વીકારું છું અને તે સર્વેનો ઉપકાર માનું છું કે જે મારે શુદ્ધિકરણ કરવાની ઘણી મહેનત કરવી પડત, તે ઘણી ઓછી કરી નાખી. તેઓએ શુદ્ધિકરણનું આ કાર્ય કરવામાં ઘણી મહેનત કરી છે.
...............જ્ઞાનમંજરીના કર્તા, સમય અને સ્થાન “જ્ઞાનસાર” ઉપર રચાયેલી જ્ઞાનમંજરી એ એક અદ્ભુત ટીકા ગ્રન્થ છે. તેના કર્તા ખરતરગચ્છીય ઉ. શ્રી દીપચંદ્રજીના શિષ્ય, પૂજ્ય શ્રી દેવચંદ્રજી છે. જેઓ દ્રવ્યાનુયોગના તથા જૈન આગમગ્રન્થોના સારા અભ્યાસી હતા. આ ટીકા વિક્રમ સંવત ૧૭૯૬મા વર્ષમાં કારતક સુદ પાંચમના દિવસે જામનગરમાં રચાઈ છે તેવો ઉલ્લેખ તેમના જીવનચરિત્રમાંથી મળે છે. આ મહાપુરુષે પરમાત્માની ભક્તિ રૂપે ૨૪ સુંદર સ્તવનો પણ રચ્યાં છે. જે દેવચંદ્રજીની ચોવિશી એ નામે પ્રસિદ્ધ છે. તેઓનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આ પ્રમાણે છે.
જ્ઞાનમંજરીના કર્તાનું જીવનચરિત્ર રાજસ્થાન (મારવાડ)ના બીકાનેર નગરની પાસે આવેલા “ચંગ” નામના ગામમાં