________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૨ ૧ एष पञ्चप्रकारो योगः । विरतेषु-देशविरतसर्वविरतेषु नियमाद् भवति । योगपञ्चकं हि चापल्यवारणम्, तेन योगवता भवितव्यम् । अपरेषु-मार्गानुसारिप्रमुखेषु बीजमात्रं भवति-किञ्चिद्मानं भवति । उक्तञ्च विंशतिकायाम् -
देसे सव्वे य तहा, नियमेणेसो चरित्तिणो होइ । इयरस्स बीयमित्तं, इत्तुच्चिय केइ इच्छंति ॥३॥
સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ આમ આ પાંચ પ્રકારનો યોગ વિરતિધર આત્માઓમાં નિયમા હોય છે. દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકા અને સર્વવિરતિધર સાધુ-સાધ્વીજી મહારાજશ્રી આ સર્વે જીવો યથાયોગ્ય પાંચમા-છટ્ટા-સાતમા ગુણઠાણે વર્તતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે અને સમ્યકત્વ હોવાથી વીતરાગ પરમાત્માનાં વચનો ઉપર અત્યન્ત પ્રેમ અને શ્રદ્ધા છે. તેથી જૈન શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે કાયોત્સર્ગકાલે અને ચૈત્યવંદનાદિના અવસરે મુદ્રાઓ બરાબર સાચવે છે. કર્મ ખપાવવાનો ઉત્સાહ હોવાથી વિધિપૂર્વક ક્રિયા કરે છે. માટે આ જીવોમાં નિયમા પાંચ યોગ હોય છે.
પાંચે યોગ સાચવવાનું મુખ્ય કારણ - શરીરની જે ચંચળતા છે. નાના નાના કારણોસર શરીરને હલાવવાની અને આદું-પાછું કરવાની જે કુટેવ છે - તેના વારણ માટે છે. કારણ કે જેટલી કાયાની ચંચળતા વધે તેટલું ધ્યાન તેમાં જાય, સૂત્રો બોલવામાં કે અર્થ વિચારવામાં કે પ્રતિમાજી તરફ દૃષ્ટિપાતમાં એકાગ્રતા-સ્થિરતા રહે નહીં માટે ચંચળતા નિવારવા માટે આ યોગપંચક છે. તેથી આપણે પણ ચંચળતા નિવારવા અને ક્રિયામાં સ્થિર થવા આવા પ્રકારના યોગસેવનવાળા થવું જોઈએ.
વિરતિધર વિનાના બીજા જે જીવો છે જેમકે-અપુનર્બન્ધક, માર્ગાનુસારી, યથાપ્રવૃત્તાદિ, કરણત્રયવર્તી તથા અવિરતસમ્યગ્દષ્ટિ - આ બધા જીવો હજુ ક્રિયાના અભ્યાસક હોવાથી પ્રાથમિક કક્ષાના જીવો છે. માટે તેવા જીવોમાં આ યોગ કિંચિત્ માત્રામાં હોય છે. અર્થાત્ અલ્પમાત્રાએ-બીજમાત્ર રૂપે હોય છે. શ્રી યોગવિંશિકાની ત્રીજી ગાથામાં કહ્યું છે કે -
દેશવિરતિધર અને સર્વવિરતિધર આમ ચારિત્રવાળા આત્માઓમાં આ પાંચ પ્રકારનો યોગ નિયમા હોય છે. ઈતર જીવોમાં (બીજા જીવોમાં) બીજમાત્ર રૂપે આ યોગ હોય છે આમ કેટલાક ઈચ્છે છે. ૩
યોગવિંશિકાની ગાથાની આ સાક્ષી આપી છે એમ જાણવું. ારા अत्र योगोत्पत्तिहेतवः प्रोच्यन्ते - અહીં પાંચ પ્રકારના યોગની ઉત્પત્તિનાં કારણો કહેવાય છે -