________________
૨૯૦ ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર बहुगुणविज्जानिलओ, उस्सुत्तभासी तहावि मुत्तव्यो । जह वरमणिजुत्तोवि हु, विग्घकरो विसहरो लोए ॥१८॥
- (રૂતિ પણ તઝર -૧૮) तथा च आचाराने "भयविचिकित्सायां न संयम" इति अतो निमित्तहेतुत्वेन क्रिया निरनुबन्धा करणीया इयमसङ्गक्रिया । सा आनन्दपिच्छला स्वाभाविकानन्दामृतरसार्दा ।
તત્ત્વજ્ઞ પુરુષો ક્યારેય પણ ક્રિયાના નિષેધક નથી. પરંતુ જ્યારે ધર્મક્રિયા હોવા છતાં તેમાં વિષયસુખોની લાલસા આદિ મોહનું વિષ ભળેલું હોય છે ત્યારે તે ધર્મક્રિયા મુક્તિહેતુ થવાને બદલે ભવહેતુ થાય છે. માટે તેવી ક્રિયાનો નિષેધ કરે છે. જેમ દૂધ શરીરનું પોષકતત્ત્વ હોવાથી પેય છે. દૂધ પીવાનો કોઈ નિષેધ કરતું નથી. પરંતુ જ્યારે તે જ દૂધ વિષથી મિશ્રિત થયું હોય ત્યારે વિશ્વના કારણે દૂધ પીવાનો નિષેધ કરાય છે તેમ અહીં ધર્મક્રિયા ઉપકારક હોવા છતાં પણ જ્યારે તેમાં આ ભવના સુખોની ઈચ્છા કે પરભવના સુખોની ઈચ્છારૂપ વિષ ભળ્યું હોય છે ત્યારે તે ક્રિયા વિહેતુ બનતી હોવાથી ત્યાજ્ય બને છે. માટે સાનુબંધ ક્રિયા કરવી ઉચિત નથી.
પરંતુ નિરનુષ્ઠાન એવી ક્રિયાનો તત્ત્વજ્ઞ પુરુષો ક્યારેય નિષેધ કરતા નથી કારણ કે તે ક્રિયા તો શુદ્ધ એવી રત્નત્રયી રૂપ આત્મધર્મને સાધવામાં અવધ્ય કારણ (પ્રબળ કારણઅસાધારણકારણ) છે. રત્નત્રયીની પ્રાપ્તિ થવી તે વાસ્તવિક ધર્મ છે અને ક્રિયા એ ધર્મનું સાધન છે. ક્રિયા એ કાયયોગ રૂપ હોવાથી આશ્રવ છે. ધર્મ નથી. ભલે પુણ્યનો આશ્રય કરાવે, પણ આશ્રવ છે. ધર્મ નથી. છતાં રત્નત્રયી આત્મક આત્મધર્મની પ્રાપ્તિનું કારણ બને છે માટે ઉપાદેય છે. કર્તવ્ય છે. રત્નત્રયીની પ્રાપ્તિ સ્વરૂપ જે ધર્મતત્ત્વ છે તે તો આત્મામાં જ રહેલો છે. તેનો ઉઘાડ કરવામાં ક્રિયા એ હેતુ છે. માટે જ્યાં સુધી ધર્મનો ઉઘાડ ન થાય ત્યાં સુધી ક્રિયા આદરવા જેવી છે. જેમ જેમ ધર્મતત્ત્વ પ્રગટ થતું જાય છે તેમ તેમ તેના સાધનભૂત ક્રિયા ત્યાજ્ય બને છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ દશવૈકાલિકસૂત્રની ટીકામાં કહ્યું છે કે –
“ક્રિયા એ આત્મધર્મનું સાધન હોવાથી ઉપચારે ધર્મ છે” આ કારણથી તત્ત્વજ્ઞપુરુષો દ્રવ્યક્રિયાને પણ ઉપચારથી ધર્મરૂપે જે સ્વીકારે છે. તે વાત કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી સંગત થાય છે. તેથી ન્યાયયુક્ત છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર જ છે. બીજું કંઈ નથી.