________________
જ્ઞાનમંજરી
ક્રિયાષ્ટક - ૯
૨૯૧
જેમ વરસાદ વરસવાથી લોકોના ધંધા સારા ચાલે, ધંધા ચાલવાથી લોકો પૈસા કમાય, પૈસા કમાવાથી લોકોના ઘરમાં સોનું આવે એટલે વરસાદ ધનનું કારણ અને ધન સોનાનું કારણ બને છે. માટે લોકમાં સમયસર વરસાદ વરસે ત્યારે “સોનું વરસે છે” એમ બોલાય છે. તેમ અહીં દ્રવ્યક્રિયા એ ભાવક્રિયાનું કારણ અને ભાવક્રિયા એ આત્મધર્મનું કારણ બને છે. માટે ક્રિયા એ ધર્મહેતુ હોવાથી ઉપચારે ધર્મ જ કહેવાય છે. આવા પ્રકારની તત્ત્વશ્રદ્ધા વિનાના જીવો વડે કરાતી દ્રવ્યક્રિયા ભાવક્રિયાનો હેતુ બનતી નથી. તેથી તે ક્રિયા ધર્મનો હેતુ પણ બનતી નથી. ષષ્ઠિશતક પ્રકરણ નામના ગ્રંથમાં કહ્યું છે કે
-
જેમ બહુગુણોવાળો અને વિધાયુક્ત એવો કોઈ પુરુષ હોય (અથવા બહુગુણોવાળી એવી વિદ્યાઓથી યુક્ત એવો કોઈ પુરુષ હોય) તો પણ જો ઉત્સૂત્રભાષી હોય તો તેનો ત્યાગ કરવો (પરિચય ન કરવો) એ જ ઉચિત છે. જેમ ઉત્તમ મણિથી યુક્ત એવો પણ સર્પ લોકમાં વિઘ્ન કરનારો (ડંખ દ્વારા મૃત્યુ નીપજાવનારો) જ છે. તેથી મણ હોવા છતાં તેનો જેમ ત્યાગ કરાય છે તેમ ઉત્સૂત્રભાસીનો પણ ત્યાગ કરવો.”
તથા આચારાંગસૂત્રમાં પણ કહ્યું છે કે ભયથી (કોઈની બીકથી) કરાતી ધર્મક્રિયામાં તથા ચિકિત્સા રૂપે કરાતી ધર્મક્રિયામાં આત્માનો સંયમગુણ સંભવતો નથી. આ રીતે નિરનુબંધ એવી ધર્મક્રિયા ધર્મમાં નિમિત્ત-હેતુ હોવાથી (તદ્વેતુ અનુષ્ઠાન હોવાથી) કરવા જેવી છે. આ જ ધર્મક્રિયા કાળાન્તરે અસંગક્રિયા રૂપે બને છે. તે અસંગક્રિયા આનંદ-આનંદથી ભરપૂર ભરેલી મનોહર છે. પરદ્રવ્યકૃત નહીં પરંતુ સ્વાભાવિક એવો જે આનંદ છે તે આનંદ રૂપી અમૃતરસથી સિંચાયેલી આ અસંગક્રિયા કહેલી છે. આથી આ જ ક્રિયા કર્તવ્ય છે.
अत आत्मतत्त्वावबोधानन्दोत्सुकैर्निरनुष्ठाना सत्प्रवृत्त्यसत्प्रवृत्तिपरित्यागरूपा क्रिया द्रव्यतो भावतः स्याद्वादस्वगुणानुयायिवीर्यप्रवृद्धि-अभिनवगुणवृद्धिरूपा संयमस्थानारोहणी तत्त्वैकत्वरूपा क्रिया प्रतिसमयं करणीया, साध्यसापेक्षत्वेन, अत एव “ज्ञानक्रियाभ्यां मोक्षः" इति निर्द्धारणीयम् । द्रव्यक्रियोद्यतो भावक्रियावान् भवति । ततश्च स्वरूपास्पदीभवतीति श्रेयः ॥८ ॥
ઉપર સમજાવ્યા પ્રમાણે આત્માના શુદ્ધ રત્નત્રયીમય તત્ત્વનો અવબોધ કરવાના આનંદમાં ઉત્સુક બનેલા આરાધક જીવોએ નિરનુષ્ઠાન (તદ્વેતુ અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન રૂપ) સત્કાર્યની પ્રવૃત્તિ સ્વરૂપ અને અસત્કાર્યની પ્રવૃત્તિના નિષેધસ્વરૂપ આ ધર્મક્રિયા દ્રવ્યથી અને ભાવથી એમ બન્ને પ્રકારે કરવી જોઈએ. તે ધર્મક્રિયા સ્યાદ્વાદપૂર્વક પોતાના આત્મગુણોમાં