________________
૨૧
નામનો ગ્રન્થ અને કારતક સુદ પાંચમા દિવસે જ્ઞાનમંજરી નામનો ગ્રંથ પૂર્ણ કર્યો, તેની સાક્ષી રૂપે વિચારસાર ગ્રન્થની પ્રશસ્તિ આ પ્રમાણે છે.
जा जिनवाणी विजयइ, ताव चिरं चिट्ठउ इमं वयणं । नूतनपुरम्मि रइयं, देवचन्देण नाणटुं॥ 'रसनिहीं संजम ७ (१७९६) वरिसे, सिरिगोयमकेवलस्स वरदिवसे । आयत्थं उद्धरियो, समयसमुद्दाओ रुद्दाओ ॥
ત્યારબાદ પરધરીના ઠાકોરને પ્રતિબોધીને શ્રી દેવચંદ્રજી પુનઃ પાલીતાણા તથા નવાનગરમાં પધાર્યા. પછી ૧૮૦૨-૧૮૦૩ માં રાણાવાવમાં સ્થિરતા કરી ત્યાંના રાણાનો ભગંદરવ્યાધિ મટાડ્યો. વિક્રમ સંવત ૧૮૦૪ માં ભાવનગરમાં આવીને ઢંઢકમતના ઠાકરશીને મૂર્તિપૂજક બનાવ્યો તથા ત્યાંના રાજા ભાવસિંહજીને (જેના નામથી ભાવનગર નામ સ્થપાયું તેને) જૈન ધર્મ પ્રત્યે પ્રીતિવાળો બનાવ્યો. ત્યારબાદ વિક્રમ સંવત ૧૮૦૫૧૮૦૬ માં લીંબડીમાં ગુજરાતમાં) સ્થિરતા કરી અને લીંબડીના દેરાસરના મૂલનાયકની બન્ને બાજુએ બે દેરીઓની પ્રતિષ્ઠા કરાવી. તથા ધાંગધ્રા અને ચૂડારાણપુરમાં પણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ધાંગધ્રામાં તેમને સુખાનંદજીનો મિલાપ થયો.
વિક્રમ સંવત ૧૮૦૮ માં ગુજરાતથી સંઘ લઈને શત્રુંજય ગયા. ત્યાં વિશિષ્ટ પૂજાઅર્ચના કરાવી. તેમાં શ્રાવક-શ્રાવિકા વર્ગ ઘણું સારું દ્રવ્ય ખર્ટે. વિક્રમ સંવત ૧૮૦૯૧૮૧૦ ગુજરાતમાં સુરતમાં ચાતુર્માસ કર્યા. વિક્રમ સંવત ૧૮૧૦ માં સુરતના શ્રી કચરાકીકા સંઘવીએ શત્રુંજયનો સંઘ કાઢ્યો, તેમાં શ્રી દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય તીર્થ ઉપર જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી તેમાં કચરાકીકાએ તે કાળના ચલણ પ્રમાણે ૬૦,૦૦૦ સાએઠ હજાર દ્રવ્ય ખરચ્યું. સંઘવીના સ્તવનમાં શ્રીમદ્ દેવચંદ્રજી કહે છે કે –
સંવત અઢારસે ને દસ વરસે, સીત મગસીર તેરસીએ ! શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉલસીએ . કચરાકીકા જિનવરભક્તિ, રૂપચંદ ગુણવંતજી એ જ્ઞાનાનંદિત ત્રિભુવનવંદિત, પરમેશ્વર ગુણલીના એ / દેવચંદ્રપદ પામે અદ્ભુત, પરમ મંગલ લયલીના એ છે
ત્યારબાદ વિક્રમ સંવત ૧૮૧૧ માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરાવી અને વઢવાણમાં ઢંઢક શ્રાવકોને પ્રતિબોધ્યા, મૂર્તિપૂજક બનાવ્યા.