________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક- ૧૭.
૫૧૫ આ કારણથી સુખ આપે એવાં પુગલોનો સંગ્રહ કરવો, કે તેમાં સુખબુદ્ધિ કરવી તે મિથ્યા છે. કારણ કે તે દુઃખોના સમૂહથી ભરેલાં છે. તેથી વાસ્તવિક સુખ જ નથી. માટે તેવા પુદ્ગલોમાં સુખબુદ્ધિ ન કરવી જોઈએ. રા
न गोप्यं क्वापि नारोप्यं, हेयं देयं च न क्वचित् । क्व भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः ॥३॥
ગાથાર્થ - જ્ઞાનગુણ દ્વારા શેયને જાણતા એવા મુનિને ભયપૂર્વક ક્યાં રહેવાનું હોય? અર્થાત્ ક્યાંય ભયપૂર્વક રહેવાનું હોતું નથી, નિર્ભયપણે રહે છે. કારણ કે તે મહાત્માનું જે જ્ઞાનધન છે તે છૂપાવવા યોગ્ય પણ નથી, આરોપિત પણ નથી, હેય પણ નથી અને ક્યાંય દેય પણ નથી. II
ટીકા :- “R Mતિ” મુઃ-પરમાત્મભાવસાધ્યોપાયરતસ્થ સ્વતત્ત્વज्ञानानुभवस्वसंवेदनपटोः गोप्यं-गोपनमाच्छादनं, तद्योग्यं गोप्यं न किमपि, स्वधर्मस्य परैर्ग्रहीतुमशक्यत्वात् गोप्यं कथं भवति ? च-पुनः नारोप्यम्-आरोपोऽसद्गुणस्य स्थापनं तदपि न, यतः स्वरूपेणैवानन्तगुणमयत्वात् परगुणेन न गुणित्वप्रसङ्गः, अतः आरोप्यमपि क्वापि नास्ति ।
વિવેચન - સંસારી જીવોનું ધન-વૈભવસંબંધી ઈન્દ્રિયજન્ય જે સુખ છે તે સંતાડવા જેવું છે. ચોર, લુંટારા, રાજા અને કુટુંબીઓ દેખે તો માગે તેવું છે વળી અસસુખ છે, કાલ્પનિક સુખ છે અર્થાત્ આરોપિત સુખ છે. ધન-વૈભવાદિ ત્યજી પણ શકાય છે અને અન્યને આપી પણ શકાય છે. એટલે ઈન્દ્રિયજન્ય ધનસંબંધી સુખ ગોપ્ય આરોપ્ય-હેય અને દેય છે. જ્યારે મુનિ મહાત્માને જ્ઞાનસંબંધી અતીન્દ્રિય જે સુખ છે તે નથી ગોપ્ય, નથી આરોગ્ય, નથી હેય અને નથી દેય. તેથી તે વાસ્તવિક સુખ છે. પારમાર્થિક સુખ છે.
પરમ એવો જે આત્મભાવ (સ્વભાવદશા), તેને જ સાધવાના ઉપાયમાં લીન બનેલા એવા મુનિ મહાત્માને અર્થાત્ આત્મતત્ત્વનું જે જ્ઞાન છે તેનો જ અનુભવ કરવામાં સ્વસંવેદનમાં જ અતિશય લીન બનેલા એવા મુનિમહાત્માને જે જ્ઞાનના અનુભવરૂપ સુખ છે તે ગોપ્ય નથી, ગોપન કરવું એટલે કે આચ્છાદિત કરવું, ઢાંકવું, તેને યોગ્ય નથી. કારણ કે આત્મામાં રહેલો જે આત્મધર્મ છે તે આત્માથી ક્યારેય વિખુટો પડતો ન હોવાથી પરવડે (અન્ય વ્યક્તિઓ વડે) ગ્રહણ કરાવાને, ચોરાવાને કે લુટાવાને માટે અશક્ય હોવાથી તે ધનને કોઈ લઈ શકતું નથી, માટે સંતાડવા જેવું નથી, આત્મામાં પ્રગટ થયેલા જ્ઞાનાદિ ગુણો સ્વધર્મ હોવાથી ચોર, લુંટારા, રાજા કે કટુંબીઓ લઈ શકતા નથી. માટે ગોખ પણ નથી.