________________
નિર્ભયાષ્ટક – ૧૭
શાનસાર
તથા આ જ્ઞાનગુણ રૂપી ધન પરમાર્થથી આત્માનો ગુણ છે, આત્માનું સ્વરૂપ છે, માટે આરોપિત નથી, કલ્પિત નથી, ગુણ ન હોય અને કલ્પનામાત્ર કરાતી હોય એવા અસદ્ગુણોની જે કલ્પના (સ્થાપના), તે પણ નથી. કારણ કે આ આત્મા પોતાના સ્વરૂપે જ અનંત ગુણમય છે. જેમ પુષ્પ સ્વયં પોતે પોતાના ગુણથી જ સુગંધી છે. સુવર્ણ પોતે જ સ્વયં પીતવર્ણવાળું છે તેમ આત્મા પોતે સ્વયં જ જ્ઞાનગુણવાળો છે. પરંતુ સ્ફટિકમાં લાલલીલા-પીળા ફુલના પ્રતિબિંબથી લાલ-લીલા-પીળાપણું જેમ આરોપિત થાય છે તેવું પરદ્રવ્યોના ગુણો વડે આરોપિત ગુણવાળાપણું અહીં આત્મામાં નથી. આત્મા પોતે જ સ્વયં અનંત જ્ઞાનાદિ ગુણમય છે. માટે આરોપ્ય પણ નથી.
૫૧૬
क्वचिद् हेयं न, सर्वहेयस्य हेयत्वेन कृतत्वात् । तथा देयमपि न, स्वधर्मव्यूहस्य परत्रागमनात् । अतो मुनेः भयेन सन्त्राणाभिलाषवत्तः क्व स्थेयं ? न क्वापि । स्वयमेव स्वस्य त्रातुं समर्थत्वात् । कथम्भूतस्य मुनेः ? ज्ञेयं स्वपरपदार्थसमूहं ज्ञानेनઅવવોર્ધન, પશ્યત:-જ્ઞાનત: રૂિા
તથા મુનિમહાત્માનું જે જ્ઞાનધન છે તે ક્યાંય ત્યાજ્ય નથી. એટલે કે હેય નથી. કારણ કે અન્ય સર્વ પદાર્થો હેય હતા તે સર્વ પદાર્થોને હેય તરીકે કરી લીધા છે. તજવા લાયક સર્વ પ૨પદાર્થોને ત્યજી દીધા છે. જ્ઞાનધન પરપદાર્થ ન હોવાથી અને આત્મધર્મ હોવાથી અલ્પમાત્રાએ પણ ત્યાજ્ય હેય નથી.
તથા આ જ્ઞાનધન કોઈને આપી શકાતું પણ નથી. કારણ જ્ઞાનધન એ આત્મધર્મ હોવાથી પરદ્રવ્યમાં તેનું ગમન થવું શક્ય નથી. પોતાના ધર્મોનો સર્વ પણ સમૂહ અન્ય દ્રવ્યમાં જઈ શકતો નથી. જ્ઞાની પાસેથી કોઈ જ્ઞાન પામે તો જ્ઞાનીનું નિમિત્ત પામીને તે જ્ઞાતા પોતાના જ જ્ઞાનને પ્રગટ કરે છે.
પ્રશ્ન :- કોઈ મુનિ-મહાત્મા શિષ્યોને ભણાવે ત્યારે આ જ્ઞાન ગુરુજીએ આપ્યું આમ તો કહેવાય જ છે. તો પછી જ્ઞાનધન દેય નથી – આપી શકાતું નથી આમ કેમ કહો છો ?
ઉત્તર ઃ- તે ઉપચારમાત્ર છે. જે ગુરુજી ભણાવે છે તે ગુરુજીનું જ્ઞાન શિષ્યોમાં જતું નથી, જો ભણાવનાર ગુરુજીનું જ્ઞાન શિષ્યોમાં જતું હોય તો ગુરુજી જેમ જેમ વધારે ભણાવે તેમ તેમ જ્ઞાન શિષ્યોમાં ચાલી જવાના કારણે ગુરુજી તો મૂર્ખ અને અજ્ઞાની બની જાય, પરંતુ આવું ક્યારેય બનતું નથી. તેથી ગુરુજીનું જ્ઞાન શિષ્યોમાં જતું નથી. પણ ગુરુજીના બોલવાના નિમિત્તે શિષ્યોનું પોતાનું જ્ઞાનાવરણીયકર્મથી આચ્છાદિત થયેલું જ્ઞાન જ્ઞાનાવરણીયકર્મનો ઉચ્છેદ થવાથી આવિર્ભૂત થાય છે.