________________
૪૨૮
જ્ઞાનસાર
વિવેકાષ્ટક - ૧૫ છે અથ ઝિશૐ વિવેalષ્ટભ્રમ્
सा च तत्त्वविद्या विवेकेन-स्वपरविभजनेन स्फुटीभवति, अतः विवेकस्याभ्यासः कर्तव्यः । तत्र विवेचनं हेयोपादेयपरीक्षणं विवेकः । नामस्थापनाविवेकौ सुगमौ । द्रव्यविवेकः लौकिकः धनोपार्जनराजनीतिकुलनीतिदक्षस्य भवति । लोकोत्तरस्तु धर्मनीतिदक्षस्य भवति । भावतो विवेकः बाह्यस्वजनधनतनुरागविभजनरूपः बाह्यः । अभ्यन्तरश्च ज्ञानावरणादिद्रव्यकर्माशुद्धचेतनोत्पन्नविभावितादिभावकमैकत्वविभजनरूपः । तत्स्वरूपं चेदमागमे
पुव्विं रागाइया, विभावा सव्वओ विभज्जिज्जा । पच्छा दव्वा कम्मा सव्वविभिन्नो नियो अप्पा ॥१॥
“આત્મા અને પુગલદ્રવ્ય ભિન્ન ભિન્ન પદાર્થો છે” માત્ર સંયોગસંબંધથી જ જોડાયેલા છે. તેથી શરીર, ધન, પરિવાર આદિ અન્ય દ્રવ્યો ઉપર મોહ-મમતા કરવી નિરર્થક છે. કર્મ બંધનો હેતુ છે. આ માયા-મમતા તજવા જેવી છે. આવા પ્રકારની જે તત્ત્વવિદ્યા છે તે તત્ત્વવિદ્યા વિવેકબુદ્ધિ વડે એટલે કે મારું શું? અને પરાયું શું? તેના વિવેક વડે અર્થાત્
સ્વ-પરના વિભાજન વડે જ ખીલે છે, વિકસે છે. આ કારણથી વિવેકનો અભ્યાસ કરવો જોઈએ. વિવેક કોને કહેવાય? વિવેક આવવાથી શું લાભ થાય? વગેરે તત્ત્વોનો અભ્યાસ કરવો જોઈએ.
ત્યાં વિવેચન કરવું - ભેદ કરવો - પૃથભાવ કરવો - અર્થાત્ હેય અને ઉપાદેયની પરીક્ષા કરવી તેને વિવેક કહેવાય છે. હેય-ઉપાદેયની પરીક્ષા કરીને તે બન્નેને પૃથક કરીને હેયનો ત્યાગ કરવો અને ઉપાદેયનો સ્વીકાર કરવો તે વિવેક કહેવાય છે.
નામવિવેક, સ્થાપનાવિવેક સુગમ છે. કોઈપણ પદાર્થનું “વિવેક” એવું નામ કરવું તે નામવિવેક કહેવાય છે અને વિવેકી માણસનું ચિત્ર દોરવું. આકૃતિ ચિતરવી તે સ્થાપનાવિવેક કહેવાય છે. દ્રવ્યવિવેકના બે ભેદ છે. લૌકિક અને લોકોત્તર. ભાવવિવેકના પણ બે ભેદ છે. બાહ્ય અને અભ્યત્તર.
- ધન ઉપાર્જન કરવામાં, રાજનીતિ સાચવવામાં, કુલનીતિ સાચવવામાં જે દક્ષ હોય ચતુર હોય, તેવા આત્માનો જે વિવેક તે લૌકિકદ્રવ્યવિવેક કહેવાય છે અને ધર્મ અનુષ્ઠાનો આચરવામાં જે વિવેકબુદ્ધિ છે તે લોકોત્તર દ્રવ્યવિવેક કહેવાય છે. આપણા આત્માથી બાહ્ય