________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
૪૨૯ એવાં સ્વજનો, ધન અને શરીરાદિના રાગનો વિભાગ કરવો. અર્થાત્ તેવા રાગનો ત્યાગ કરવો. પરવ્ય પ્રત્યેનો રાગ દૂર કરવો તે બાહ્યભાવવિવેક અને આત્માની સાથે એકમેક થયેલા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના દ્રવ્યકર્મો તથા મોહના ઉદયવાળી અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલી વિભાવદશા આદિ રૂપ ભાવકની સાથે અનાદિકાળથી જે એકતા થયેલી છે તેનો વિભાગ કરવો એટલે કે દ્રવ્યકર્મોથી અને ભાવકર્મોથી આત્માને અલગ કરવો તે અભ્યત્તર ભાવવિવેક જાણવો.
સૌ પ્રથમ આ આત્માને રાગાદિ વિભાવ-ભાવોથી સર્વથા ભિન્ન કરવો જોઈએ. ત્યાર બાદ પોતાનો આત્મા દ્રવ્યકર્મોથી આપોઆપ સર્વથા ભિન્ન થાય છે.
આ રીતે આત્માને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોથી અને રાગાદિ ભાવકર્મોથી દૂર કરવો તે અભ્યત્તર ભાવવિવેક જાણવો.
तथा च प्राभृते-“समस्तकाचशकलव्यूहपतितं रत्नं रत्नपरीक्षकः गृह्णाति, एवं सम्यग्दृष्टिः सर्वविभावपरभावपरिणतिमध्यस्थमात्मानमचलमखण्डमव्ययं ज्ञानानन्दमयं स्वत्वेन विभज्य उपादत्ते । श्रीहरिभद्रपूज्यैश्च प्रथमं क्षुद्रादिदोषोपशमे मार्गानुसारिगुणे तत्त्वजिज्ञासा । तत्त्वज्ञगुरुसेवनतः अतिमधुरत्वेन श्रुतरसिकः, यथार्थजीवाजीवविवेचनतः सर्वपरभावभिन्नमात्मानमुपलभ्य भेदज्ञानी भवति । स च क्रमेणात्मतः परं त्यजन् सर्वपरभावत्यागी सिद्ध्यति ।
પ્રાભૃત (સમયસાર) નામના ગ્રંથમાં કહ્યું છે કે “કાચના સઘળા ટુકડાઓના સમૂહની અંદર પડેલા રત્નને રત્નનો પરીક્ષક જેમ ગ્રહણ કરે છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા સર્વ પ્રકારની વિભાવદશા રૂપ પરભાવદશાની પરિણતિની વચ્ચે રહેલા એવા પણ અચલિત સ્વરૂપવાળા, અખંડ દ્રવ્યાત્મક, ક્યારેય નાશ ન પામે તેવા, જ્ઞાનના આનંદ સ્વરૂપ એવા શુદ્ધ આત્માને આત્મદ્રવ્ય તરીકે ભિન્ન કરીને ગ્રહણ કરે છે.” સારાંશ કે રત્નના પરીક્ષકને લાખો લાખો કાચના ટુકડાઓમાં પણ ગુપ્ત રીતે રહેલું રત્ન જેમ દેખાઈ આવે છે તેમ આત્મજ્ઞાની મહાત્માઓને વિભાવદશાના તોફાનની વચ્ચે પણ શુદ્ધ આત્મા દેખાઈ આવે છે. તે મહાત્માઓને તેનું જ રટન હોય છે. તેની જ સાધના પ્રિય હોય છે.
પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ પણ કહ્યું છે કે ક્ષુદ્રતા, દીનતા, મત્સરિતા ઈત્યાદિ ભવાભિનંદી જીવના દોષો શાન્ત થયે છતે અને માર્ગાનુસારિતાના ગુણો આવે છતે આ જીવને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તત્ત્વજિજ્ઞાસા થવાથી તત્ત્વજ્ઞગુરુની