________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૨૭ માટે અવિદ્યા રૂપી જે અંધકાર છે તેનો ધ્વંસ થયે છતે એટલે કે મિથ્યાત્વરૂપી અંધકાર દૂર થયે છતે વિદ્યાદેષ્ટિ વિકસે છે. તેથી અવિદ્યા રૂપી અંધકારનો નાશ થયે છતે વિદ્યારૂપી અંજનથી સ્પર્ધાયેલી પવિત્ર અને નિર્મળ દૃષ્ટિ વડે સમ્યગ્દષ્ટિ આત્માઓ પોતાના આત્મામાં જ પરમાત્મતા દેખે છે. આ આત્મા જ કાલાન્તરે પરમાત્મા બને છે. પરમાત્મપણું પોતાનામાં જ છે અને તે પ્રગટ કરવાનું છે. બહારથી ક્યાંયથી પરમાત્મતા આવતી નથી. કોઈપણ એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં સંક્રમ પામતા નથી. પોતાના આત્માના જ ગુણો પોતે મેળવવાના હોય છે. અને તે ગુણો પોતાનામાં જ છે. બહારથી ક્યાંથી આવતા નથી.
આ કારણથી જ અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ઉપયોગ વડે (અથવા સ્યાદ્વાદયુક્ત ઉપયોગ વડે) શાસ્ત્રોનો સુંદર અભ્યાસ કરવા દ્વારા આત્માનું શુદ્ધ પારમાર્થિક સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે અને સાચા તત્ત્વની પરીક્ષા માટે આ જીવે પ્રયત્નવિશેષ કરવો જોઈએ. કારણ કે યથાર્થ એવું આત્મતત્ત્વનું જે પરિજ્ઞાન છે તે પરિજ્ઞાનસ્વરૂપ વિદ્યા જ પરમ ઉપકાર કરનારી છે. માટે આ જીવે અવિદ્યા દૂર કરવા અને સર્વિદ્યા મેળવવા વેળાસર ઉદ્યમશીલ થઈ જવું જોઈએ. liટા
ચૌદમું વિદ્યાષ્ટક સમાપ્ત