________________
॥ अथ सप्तविंशतितमं योगाष्टकम् ॥
अथ योगाष्टकं वितन्यते । तत्र मिथ्यात्वादिहेतुगतमनोवाक्काययोगत्रयम् । तच्च कर्मवृद्धिहेतुत्वाद् न ग्राह्यम् । किन्तु मोक्षसाधनहेतुभूतं शुद्धाध्यात्मभावनाभावितचेतनावीर्यपरिणामसाधककारकप्रवर्तनरूपं ग्राह्यम् । द्रव्यभावभेदं बाह्याचारविशोधिपूर्वकाभ्यन्तराचारशुद्धिरूपम् ।
હવે યોગાષ્ટકનું વર્ણન કરવામાં આવે છે. યોTM શબ્દનો અર્થ જોડવું-મીલન થવુંમળવું એવો અર્થ થાય છે. આ આત્માનું કર્મની સાથે જોડાવું તેને પણ યોગ કહેવાય છે અને આ આત્માનું મુક્તિની સાથે જોડાવું તેને પણ યોગ કહેવાય છે. પહેલા અર્થવાળો યોગશબ્દ મનયોગ, વચનયોગ અને કાયયોગમાં લાગુ પડે છે. તે યોગ કર્મોના બંધનું કારણ હોવાથી આશ્રવસ્વરૂપ છે, હેય છે, ત્યાજ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયાદિ કલુષિત ભાવોવાળો છે. આત્મપ્રદેશોની ચંચળતા-અસ્થિરતા રૂપ છે. આ પ્રમાણે મન-વચન અને કાયાની શુભાશુભ જે પ્રવૃત્તિ તે યોગ કહેવાય છે. પણ તે કર્મ બંધાવનાર હોવાથી સંસારહેતુ છે. તેની ચર્ચા આ અષ્ટકમાં કરવાની નથી. તેની વિશેષ ચર્ચા કર્મગ્રંથોમાં છે. આ મનવચન-કાયાનો યોગ કર્મની વૃદ્ધિનું કારણ હોવાથી તથા આત્મપ્રદેશોની અસ્થિરતા-ચંચળતા રૂપ હોવાથી આદ૨વા જેવો નથી, ત્યાજ્ય છે.
પરંતુ મુક્તિની સાધનાના કારણભૂત જે યોગ છે તે જ યોગ અહીં લેવાનો છે. ત્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એમ રત્નત્રયીની સાધના-આરાધના છે તેને યોગ કહેવાય છે. કારણ કે રત્નત્રયીની સાધના-આરાધના આ આત્માને મુક્તિની સાથે જોડી આપે છે. મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. માટે આ યોગ સંવર-નિર્જરા રૂપ છે અને તે ઉપાદેય છે. આવા પ્રકારના મુક્તિના હેતુભૂત યોગની અહીં ચર્ચા કરવામાં આવી છે. આ યોગ જે મહાત્માઓમાં આવે છે તે મહાત્મા પુરુષોને યોગી કહેવાય છે. બાકીના સંસારી જીવોને ભોગી કહેવાય છે. યોગી એટલે મુક્તિની સાધનાવાળા અને ભોગી એટલે સંસારની સાધનાવાળા.
અહીં જે યોગ સમજાવવાનો છે તે મુક્તિની સાધનાના હેતુભૂત એવું વીર્યપ્રવર્તન લેવું તથા શુદ્ધ-નિર્મળ અધ્યાત્મદશાની વૃદ્ધિ થાય એવી અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવાની કલાથી અતિશય વાસિત (સંસ્કારિત) બનેલી ચેતનાનું અને સંસ્કારિત બનેલા વીર્યનું જે પરિણમન થયું, શુદ્ધ આત્મતત્ત્વની સિદ્ધિ કરાવે એવી સાધકદશા સ્વરૂપે તથા શુદ્ધ-આત્મતત્ત્વની પ્રાપ્તિ કરાવે એવી કારકદશા સ્વરૂપે આત્માના વીર્યનું પ્રવર્તન