________________
૫૭૮ સર્વસમૃત્યષ્ટક - ૨૦
જ્ઞાનસાર मुद्रितेषु सत्सु । बाह्यदृष्टि:-विषयसञ्चारात्मिका तस्याः प्रचाराः-विस्ताराः तेषु मुद्रितेषुरोधितेषु, न हि इन्द्रियप्रचारचलोपयोगैः आत्मनः अभ्यन्तरामूर्ता कर्मावृत्ता स्वसत्तासम्पद् ज्ञायते । रोधितेन्द्रियचापल्ये स्थिरप्रगुणचेतनोपयोगैः कर्ममलपटलावगुण्ठिताप्यात्मसम्पद् ज्ञायते इति । इत्यनेन बहिर्गमनमुपयोगस्य न कर्तव्यमिति ॥१॥
વિવેચન - પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ શું? અને પર એવા પુદ્ગલાદિ પદાર્થોનું સ્વરૂપ શું? આમ સ્વસ્વરૂપ અને પર-સ્વરૂપના ભેદને યથાર્થપણે જાણવાપૂર્વક પર-સ્વરૂપનો ત્યાગ કરીને શુદ્ધ એવા આત્મસ્વરૂપના અનુભવમાં જ લયલીન-એકાગ્ર બનેલા મહાત્મા પુરુષને કેવલજ્ઞાન, કેવલદર્શન, અવ્યાબાધ સુખ અને અનંતચારિત્ર ઈત્યાદિ સર્વે પણ આત્મસમૃદ્ધિઓ આત્માની અંદર જ પોતાના શુદ્ધસ્વરૂપની મધ્યમાં જ દેખાય છે. આત્માના ગુણોની સમૃદ્ધિઓ ક્યાંય બહાર પૌલિકાદિ પદાર્થોમાં સંભવતી નથી. મારું સ્વરૂપ મારા આત્મામાં જ છે એમ જણાય છે.
ખરેખર હું તો મારા પોતાના સ્વરૂપના જ આનંદમય છું. હું મારા જ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપનો જ ભોક્તા છું. નિર્મળ, અખંડ અને સર્વ પદાર્થોના પ્રકાશક એવા જ્ઞાનગુણવાળો હું છું. મારો આત્મા કંઈ સામાન્ય દ્રવ્ય નથી. પરંતુ સૂર્ય જેમ પ્રકાશયુક્ત છે, તેમ હું પણ અખંડ, અનંત, નિર્મળ, જ્ઞાનગુણ યુક્ત છું. સંસારમાં પ્રાપ્ત થતી ઈન્દ્રપણાની અને ચક્રવર્તીપણા આદિની જે ત્રદ્ધિઓ છે તે ઔપચારિક છે (કાલ્પનિક છે, અવાસ્તવિક છે) કારણ કે તે ઋદ્ધિઓ ભૌતિક છે, પરદ્રવ્ય સંબંધિની છે, સંયોગ સંબંધ માત્રવાળી છે અને એક ભવ પૂરતી જ છે, માટે તુચ્છ છે, જ્યારે હું તો ક્યારેય નાશ ન પામે તેવી એટલે કે અક્ષય એવી, અનંત અનંત આત્મીય ગુણોના પર્યાયોની વાસ્તવિક-સાચી સંપત્તિનું પાત્ર છું. મારા આત્માના અનંત અનંત ગુણોની જે સંપત્તિ છે તે નાશવંત નથી પણ અક્ષય છે, ભૌતિક નથી પણ વાસ્તવિક છે, પરદ્રવ્યકત નથી પણ મારી પોતાની આત્મિક અકૃત્રિમ સંપત્તિ છે. સંયોગ સંબંધવાળી નથી પણ તાદાભ્યસંબંધવાળી છે અને એક ભવ જેટલા કાળવાળી નથી, પરંતુ અનંતાનંતકાલસ્થાયિ છે. આવી અવર્ણનીય અને અનુપમ સાચી સંપત્તિનું પાત્ર હું છું. ક્યાં મારી પોતાની ઋદ્ધિ? અને ક્યાં આ ઈન્દ્રાદિ સંબંધી પરદ્રવ્યપ્રત્યયિકી ઋદ્ધિ? બન્ને વચ્ચે આસમાન-જમીન જેટલું અત્તર છે.
પોતાના આત્માની વાસ્તવિક જે અનંત ગુણોની સત્તા છે. તે આત્મીય સત્તાના જ ઉપયોગમાં લીન બનેલા મહાત્મા પુરુષને સર્વે પણ સમૃદ્ધિઓ પોતાના આત્મામાં જ દેખાય છે. આવી પારમાર્થિક ઋદ્ધિઓ અન્યત્ર ક્યાંય દેખાતી નથી. આ મહાત્મા પુરુષો કેવા થયા