________________
૪૯૮
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
કહેવાનો પ્રસંગ આવે. આમ અતિવ્યાપ્તિ થાય એવી જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ શુદ્ધ એવા પોતાના સઘળાએ પણ પર્યાયોની પ્રવૃત્તિમાં વર્તતા જીવને જ જીવ કહેવાય. આમ આ નય ક્રિયાપરિણત અર્થને માને છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે -
नैगमेन देशग्राहिणा, सङ्ग्रहेण सामान्यग्राहिणा, व्यवहारेण विशेषग्राहिणा, ऋजुसूत्रेण वर्तमानवस्तुग्राहिणा, शब्देन वर्तमानभावग्राहिणा, समभिरूढेन प्रतिशब्द भिन्नार्थग्राहिणा, एवम्भूतेन स्वस्वपर्यायग्राहिणा, इत्याद्यनेकजीवाजीवेषु नयचालना तत्त्वार्थवृत्तितः ज्ञातव्या । तत्र ज्ञाने किञ्चिद् भाव्यते -
દેશગ્રાહી અર્થાત્ અંશગ્રાહી એવા નૈગમનય વડે, સામાન્ય માત્રગ્રાહી એવા સંગ્રહનય વડે, વિશેષ વિશેષને ગ્રહણ કરનારા એવા વ્યવહારનય વડે, વર્તમાનકાલીન વસ્તુને ગ્રહણ કરનારા એવા ઋજુસૂત્રનય વડે, વર્તમાનકાલીન એવા ભાવનિક્ષેપાને જ ગ્રહણ કરનારા શબ્દનય વડે, પ્રત્યેક શબ્દનો ભિન્ન ભિન્ન અર્થ કરનારા એવા સમભિરૂઢનય વડે અને પોતપોતાના પર્યાયને અનુસાર ક્રિયામય અર્થને ગ્રહણ કરનારા એવા એવંભૂતનય વડે, ઈત્યાદિ અનેક પ્રકારે નયોની ચાલના (વિચારણા) જીવ-અજીવાદિ સર્વે પદાર્થોમાં તત્ત્વાર્થસૂત્રની ટીકાના આધારે જાણવી જોઈએ. જેથી બુદ્ધિ વિશાલ થાય, પરમાર્થતત્ત્વ ગ્રહણ થાય, દૃષ્ટિ ખુલે. ત્યાં જ્ઞાન ઉપર આ નયોની ચાલના કંઈક અંશે વિચારાય છે.
तत्र नैगमः अक्षरानन्तभागरूपश्चेतनांश एकेन्द्रियावस्थः ज्ञानम् । सङ्ग्रहः सामान्यसत्तास्थो ज्ञानपरिणामो ज्ञानम् । व्यवहारः अष्टप्रकारमपि ज्ञानं वस्तुपरिच्छेदकत्वात् । ऋजुसूत्रः सम्यग्दृष्टेरर्हदभिहिततत्त्वश्रद्धायिनः यदिन्द्रियजमनिन्द्रियजं च तत्सर्वं ज्ञानम् । मिथ्यादृष्टेः सर्वमेव विपर्यासः । शब्दस्तु श्रुतज्ञानकेवलज्ञाने ज्ञानम् । तत्र साम्प्रतः श्रुतादिज्ञानचतुष्टयं ज्ञानम् । समभिरूढः श्रुतज्ञानकेवलज्ञाने ज्ञानम् । एवम्भूतः केवलज्ञानं ज्ञानम् । इत्येवं स्वपक्षस्थापनपरैः नयैः स्वाभिमतप्रकाशकैः अनेके वक्तारः प्रतिवदन्ते-विवादास्पदीभवन्ति । तत्र येषां मनः समशीलं ते मध्यस्था उच्यन्ते, इत्येवं माध्यस्थ्यं समाश्रयणीयम् ॥३॥
ત્યાં નૈગમનય અંશગ્રાહી છે તેથી અક્ષરનો અનંતમો ભાગ એવો ચેતનાનો અંશ જેને જેને અનાવૃત છે. અર્થાત્ અક્ષરના અનંતમા ભાગ જેટલી ચેતના જેની જેની ખુલી છે તેવા તેવા જીવોમાં રહેલો, એકેન્દ્રિયની અવસ્થાની તુલ્ય જે બોધ તે જ્ઞાન કહેવાય છે.