________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક - ૧૬
૪૯૯
સંગ્રહનયની અપેક્ષાએ સામાન્યપણે સત્તામાં રહેલો આત્માના ગુણરૂપ જે જ્ઞાનપરિણામ તે જ્ઞાન કહેવાય છે.
વ્યવહારનયથી મતિ આદિ ભેદવાળું આઠે પ્રકારનું જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. કારણ કે તે આઠે પ્રકારનું જ્ઞાન વસ્તુનો બોધ કરાવે જ છે.
ઋજુસૂત્રનયથી અરિહંતપરમાત્માએ કહેલાં તત્ત્વો ઉપર શ્રદ્ધા કરનારા સમ્યગ્દષ્ટિ આત્માનું ઈન્દ્રિયજન્ય અને અનિન્દ્રિય જન્ય-મનોજન્ય જે જ્ઞાન છે તે સર્વે જ્ઞાન કહેવાય છે અને મિથ્યાર્દષ્ટિનું સઘળુંય જ્ઞાન વિપરીત જ્ઞાન એટલે કે અજ્ઞાન કહેવાય છે.
શબ્દનયથી (ઉત્તરભેદ ત્રણે સાથે લઈએ તો સામાન્યથી) શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એમ બે જ્ઞાન જ જ્ઞાન કહેવાય છે. કારણ કે વાસ્તવિકપણે તે બે જ્ઞાન જ સ્વ-પરનો ઉપકાર કરનારાં છે. પણ વિશેષ વિચાર કરીએ તો સામ્પ્રતશબ્દનયથી શ્રુતાદિથી કેવલજ્ઞાન સુધીનાં ચારજ્ઞાન એ જ્ઞાન છે. કારણ કે શ્રુતજ્ઞાન સ્વ-પર-ઉપકારક છે માટે. અને અવધિ આદિ જ્ઞાનો ઈન્દ્રિય આદિ પરને આધીન ન હોવાથી તે જ પરમાર્થથી જ્ઞાન છે. મતિજ્ઞાન ભાષાત્મક ન હોવાથી પરનું ઉપકારક નથી તથા ઈન્દ્રિયોને આધીન હોવાથી પરોક્ષ છે માટે તે જ્ઞાન આ નયથી જ્ઞાન કહેવાતું નથી.
સમભિરૂઢનયથી શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એ જ પારમાર્થિકપણે જ્ઞાન છે. આ બેથી જ સ્વ-પરનો ઉપકાર થાય છે.
એવંભૂતનયથી એક કેવલજ્ઞાન એ જ સાચું પારમાર્થિક જ્ઞાન છે. કારણ કે તે પરિપૂર્ણ છે. પરની અપેક્ષા વિનાનું અને અનંતકાલ સાથે રહેનારું છે.
આ પ્રમાણે પોત-પોતાના પક્ષની સ્થાપના કરનારા અને પોત-પોતાની માન્યતા પ્રમાણે તત્ત્વનો પ્રકાશ કરનારા એવા નયો વડે બોલનારા અનેક વક્તાઓ પરસ્પર વાદ-વિવાદ કરે છે. સર્વે નયો ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ભિન્ન ભિન્ન અભિપ્રાય જણાવે છે. આવા અવસરે જે મહાત્મા પુરુષોનું મન સમશીલ છે (સમભાવવાળું છે, તટસ્થ છે). કોઈપણ એક બાજુની ખેંચતાણવાળું નથી તે મહાત્માઓ મધ્યસ્થ કહેવાય છે. આવા પ્રકારના માધ્યસ્થ્યનો આશ્રય કરવો જોઈએ. નયો ભિન્ન ભિન્ન દૃષ્ટિ કહે અને તે નયથી તે સાચું પણ હોય છે. માટે ઉંચાનીચા ન થતાં કાષાયિકપરિણામ ન લાવતાં સર્વને તે તે દૃષ્ટિથી સમજવા પ્રયત્ન કરવો. આ જ સાચી મધ્યસ્થતા છે. ગા
स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः ।
न रागं नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति ॥४॥