________________
४० મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર પરંતુ જીવનો જ્ઞાયકસ્વભાવ હોવાથી તે તે પ્રગટ થતા ભાવોમાં કાર્યકાલે માત્ર સાક્ષીપણું જ (હાજરી જ) હોય છે કર્તાભાવ હોતો નથી. આ જીવ પરદ્રવ્યોનો કર્તા નથી માત્ર જ્ઞાતા જ છે. મોહથી પરદ્રવ્યનું કર્તાપણું માની લીધું છે જે અજ્ઞાન છે.
રાગ-દ્વેષાદિ દોષો મોહનીયકર્મના ઉદયજન્ય ભાવપરિણામાત્મક હોવાથી ભાવકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ-કર્મ કાર્મણ વર્ગણારૂપ પુદ્ગલદ્રવ્ય હોવાથી દ્રવ્યકર્મ કહેવાય છે અને ઘટ-પટાદિ બાહ્ય-પુગલસ્કંધો (રાગ-દ્વેષાદિ ભાવકર્મનું) નિમિત્તકારણ હોવાથી નોકર્મ કહેવાય છે. આ જીવ પરમાર્થથી પોતાના ગુણોનો જ કર્તા છે. પરભાવોનો કર્તા નથી, આમ કહેવાની પાછળ ગ્રંથકારશ્રી તથા ટીકાકારશ્રીનો અભિપ્રાય એવો છે કે જેમ દેવદત્ત નામના પુરુષને કોઈ ભૂત વળગ્યું હોય ત્યારે ડાહ્યો એવો પણ દેવદત્ત અવિવેકભર્યું બોલવું-ખાવું-હાસ્યાદિ કરવાં-તાળી પાડવી વગેરે ઘણું જ અનુચિત વર્તન કરે છે. પરંતુ આ અનુચિત વર્તનનો કર્તા દેવદત્તનો જીવ નથી. પણ તે દેવદત્તના શરીરમાં પ્રવેશેલા ભૂતનો જીવ તે ભાવોનો કર્તા છે. ભલે દેવદત્ત જ બધું અનુચિત વર્તન કરે છે તો પણ તેની ભૂતાધનપણે પ્રવૃત્તિ છે. અસલી દેવદત્તની આ પ્રવૃત્તિ નથી. જ્યારે જ્યારે ભૂતનો આવેશ નથી હોતો ત્યારે ત્યારે આ અનુચિત પ્રવૃત્તિ જરા પણ સંભવતી નથી. તે જ દેવદત્ત ભૂતના આવેશ વિનાના કાલે બરાબર ડહાપણપૂર્વક જ પ્રવર્તે છે. તેની જેમ અસલી આ જીવ રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ કે ઘટ-પટાદિ નોકર્મ ઈત્યાદિ કંઈ કરતો નથી. પરંતુ જીવમાં પ્રવેશેલ પૂર્વકૃત મોહનીયકર્મના ઉદયજન્ય મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિ વિકારાત્મક જે ભૂત છે તે જ આ ભાવોનો કર્તા છે. જ્યારે પૂર્વકૃત મોહનીય કર્મનો ઉદય ચાલ્યો જાય છે ત્યારે મોહનીયના ઉદયથી મુક્ત બનેલો આ જીવ ઉપરોક્ત ભાવો કરતો નથી. તેથી જીવ ભાવકર્મ-દ્રવ્યકર્મ કે નોકર્મનો કર્તા નથી. સ્વગુણોનો જ કર્તા છે. જીવમાં ભળેલ વિકારાત્મક ભૂત જ કર્મોનો કર્તા છે. વિકારાત્મક ભૂત વિનાનો જીવ સ્વયં શુદ્ધ હોય ત્યારે સર્વ પ્રકારના કર્મોનો અકર્તા જ છે.
રાજાની આજ્ઞાથી સૈન્ય પરદેશના રાજાના સૈન્ય સાથે યુદ્ધ કરે છે. પરંતુ તેનાથી પ્રાપ્ત થયેલ જય-પરાજય રાજાનો જ ગણાય છે. માટે વાસ્તવિકપણે તો રાજા જ અન્ય રાજા સાથે યુદ્ધ કરે છે. સૈન્ય તો રાજાને પરવશ છે. તેને યુદ્ધ કરવું કે મરવું ગમતું નથી. તેમ આ જીવ કર્મને પરવશ થયો છતો કર્મોનો કર્તા છે. સ્વતંત્રપણે કર્મોનો કર્તા નથી. આવા પ્રકારનાં ઉદાહરણોથી આ વાત બરાબર સમજવી. આ જીવ શુદ્ધ-બુદ્ધ-નિર્મળ હોવાથી કર્મોનો કર્તા નથી. પરંતુ તેમાં ભળેલી પૂર્વકૃત કર્મોદયજન્ય મલીનતા જ કર્મો કરાવે છે. જીવ તો કેવળ એકલા જ્ઞાયકસ્વભાવવાળો છે. માટે જગતથી અલિપ્ત રહ્યો છતો જગતના ભાવોને