________________
6
ગૂઢ રહસ્યોને અહીં ગુંથી દેવામાં આવ્યાં છે. તો ટીકાકારશ્રીએ - વાપ્રદમનમાં પક્ષવિ ન તત્ત્વદષ્ટિ: - આવા અમૂલ્ય વચન દ્વારા સમગ્ર વિશ્વના સંક્લેશોના અને વિવાદોના બીજનો પ્રગટ નિર્દેશ કરી દીધો છે.
ગ્રંથકારશ્રીએ અમૃતવેલની સજ્ઝાયમાં કહ્યું છે
દેખીએ માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે । તેહ અણછોડતા ચાલીએ, પામીએ જીમ પરમધામ રે ।।૨૮।
માધ્યસ્થ્યની ઉપાદેયતા આ એક પદ્યથી અવગત થાય છે. ટીકાકારશ્રીએ વિસ્તૃત નયપ્રરૂપણા અને સાક્ષીઓ સાથે પ્રસ્તુત અષ્ટકનું મનનીય વિશ્લેષણ કર્યું છે.
(૧૭) નિર્ભયાષ્ટક ઃ- જ્ઞાનદૃષ્ટિ એ મયૂરી જેવી છે. એનું આગમન થાય એની સાથે જ આનંદ-ચંદનવનમાં ભય-સર્પોના બંધન છૂટ્ટા પડી જાય છે. આવા સુંદર રૂપક દ્વારા ગ્રંથકારશ્રીએ નિર્ભયતાનું દિગ્દર્શન તો કરાવ્યું જ છે. સાથે સાથે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજા જેવા પૂર્વાચાર્યોની કૃતિઓના પરિશીલનનો પણ સુંદર ઉપયોગ કર્યો છે. ઉપરોક્ત પદાર્થ સાથે કલ્યાણમંદિર સ્તોત્રનો આ શ્લોક સરખાવીએ -
द्वर्त्तिनि त्वयि विभो ! शिथिलीभवन्ति, जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः । सद्य भुजङ्गममा इव मध्यभागमभ्यागते वनशिखण्डिनि चन्दनस्य ॥८॥
(૧૮) અનાત્મશંસાષ્ટક ઃ- કંદર્પને જીતનારા પણ દર્પની સામે હાર ખાઈ ગયા છે. ઉપદેશમાલામાં શ્રીધર્મદાસગણિ મહારાજાએ કહ્યું છે કે સંયમમાં સમ્યક્ ઉદ્યમ કરતા શ્રમણ પણ જો આત્મપ્રશંસા કરે તો તેઓનું સમગ્ર સંયમધન લૂંટાઈ જાય છે. આત્મપ્રશંસા નામના આ દુર્જય દોષને જીતવા માટે સુંદર યુક્તિઓ પ્રસ્તુત અષ્ટકમાં રજુ કરાઈ છે.
(૧૯) તત્ત્વદૃષ્ટિઅષ્ટક ઃ- તંત્ = વસ્તુ ત્વ = તેનો સ્વભાવ સ્વરૂપ, વસ્તુ સ્વરૂપનું દર્શન કરનારી જે દૃષ્ટિ, તેનું નામ તત્ત્વદૃષ્ટિ. દશવૈકાલિકસૂત્રની ટીકામાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે - ગતત્ત્વવર્શનનિવન્ધનો દિ રા:, સ તત્ત્વવર્ગને નિવર્તત વ । રાગનું કારણ કોઈ હોય, તો એ છે અતત્ત્વદર્શન, જો તત્ત્વદર્શન આવી જાય, તો રાગને ગયે જ છૂટકો છે.
જે રમણીમાં બાહ્યદૃષ્ટિથી સુધાસારનાં દર્શન થાય છે, તે જ રમણીમાં તત્ત્વદૃષ્ટિથી માત્ર વિષ્ટા-મૂત્રના ભાજનનાં દર્શન થાય છે. આવા અનેક નિદર્શનોથી પ્રસ્તુત અષ્ટકમાં તત્ત્વદૃષ્ટિનું સ્વરૂપ વર્ણવ્યું છે.