________________
૨૦૬
ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર
એટલે કે વિષયો અને ઈન્દ્રિયોનો સંયોગ થવા દ્વારા પ્રવર્તેલા જ્ઞાનમાં જે ઈષ્ટાનિષ્ટપણે મોહની પરિણતિ થાય છે, તેને જ વિષય કહેવાય છે અને ઈષ્ટાનિષ્ટબુદ્ધિપૂર્વકની મોહપરિણતિ રૂપ જ્ઞાનાત્મક વિષયનો જે વિજય કરવો તે ઈન્દ્રિયવિષયક વિજય કહેવાય છે. આવા પ્રકારના ઈન્દ્રિયવિષયક વિજયને સમજાવનારું આ અષ્ટક છે.
ઈન્દ્રિયના વિષયનો જય એ શું છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે “જે પાંચ ઈન્દ્રિયો દ્વારા વર્ણાદિ પાંચે વિષયોનું જ્ઞાનમાત્ર થાય, પણ ઈષ્ટાનિષ્ટ પરિણામ ન થાય તેને ઈન્દ્રિયજય કહેવાય છે.” અનાદિ કાળથી આ આત્મામાં અશુદ્ધ એવો અવિરતિભાવનો જે પરિણામ છે તેનું વારણ કરવું, તેને રોકવું, તે જ ઈન્દ્રિયજય જાણવો. ત્યાં વર્ણાદિવિષયોનું જે જ્ઞાન થયું તે આત્માનું પોતાનું ગુણાત્મક લક્ષણ હોવાથી અર્થાત્ પોતાનો ગુણ-પોતાનો ધર્મ હોવાથી-સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના બોધરૂપ હોવાથી વિધેય છે, કર્તવ્ય છે. જ્ઞાન એ પ્રાપ્ત કરવા જેવું છે, છોડવા જેવું નથી. માટે જ્ઞાનને વિષય કહેવાતો નથી. પરંતુ તેમાં ભળેલી જે ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ તે વિભાવદશા છે, અશુદ્ધ જ છે, હેય જ છે. તેથી સાતિયા = જ્ઞાનની સાથે સંગ કરીને એકમેક અંગરૂપે બનેલો, અનાદિકાલની પરંપરાએ જન્મેલો, મોહનીયકર્મના ઉદયથી જન્મ એવો જે અશુદ્ધપરિણામ છે તે સર્વથા ત્યાજ્ય છે. આ કારણે ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનમાં ભળેલો ઈષ્ટાનિષ્ટ એવો જે મોહજન્યપરિણામ છે તેને જિતવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ.
तत्र द्रव्यजयः सङ्कोचादिलक्षणः, भावजयः चेतनावीर्ययोः स्वरूपानुपातः । नैगमनयेन निर्वृत्त्युपकरणेन्द्रियपरिणमनयोग्याः पुद्गलस्कन्धाः, सङ्ग्रहेण जीव- पुद्गलौ, व्यवहारतः निर्वृत्त्युपकरणेन्द्रियपरिणतनिर्माणादिविपाकजानि इन्द्रियसंस्थानानि, ऋजुसूत्रेण स्वस्वविषयग्रहणोत्सुके निर्वृत्त्युपकरणे, शब्दनयेन संज्ञाग्रहमिता लब्धिः उपयोगपरिणतिवृत्तिः, समभिरूढनयेन संज्ञागृहीतागृहीतविषयक्षेत्रप्राप्तविषयपरिच्छेदः, एवम्भूतनयेन मतिश्रुतचक्षुरचक्षुर्वीर्याद्यन्तरायाणां क्षयोपशमावधेः प्रान्तं यावद्ज्ञानम्, तत्रासंयतस्येष्टानिष्टयुक्त एवावबोधो भवति । तेन विषयः इति सज्ञाभोक्तृत्वाशुद्धता आत्मनः अशुद्धपरिणामः, तस्य जयः । सोऽपि आद्यनयचतुष्टये कारणरूपशब्दादिषु संयमगुणप्राग्भावानुगतचेतनादिपरिणामः । द्रव्यजयोऽपि भावजयहेतुत्वात् अभ्यस्यः । भावजयस्तु स्वधर्मत्वात् साध्य एव । तदर्थमुपदेशः -
ઈન્દ્રિયનો જય બે પ્રકારનો છે એક દ્રવ્ય-ઈન્દ્રિયજય અને બીજો ભાવ-ઈન્દ્રિયજય. ત્યાં ઈન્દ્રિયોનો સંકોચ આદિ કરવો, ઈન્દ્રિયોને ગોપવવી, વિષયમાં ન જોડવી, નેત્રાદિ બંધ રાખવાં, શરીરને ગોપવવું, ટુંકાવવું. વિષયોથી દૂર રહેવું તે સઘળોય દ્રવ્યથી ઈન્દ્રિયનો