________________
“શ્રી જ્ઞાનવિમલસૂરિજી કન્ડે, વાંચી ભગવતી ખાસ / મહાભાષ્ય અમૃત લો, દેવચંદ્ર ગણિ પાસ છે”
તથા શ્રી જિનવિજયજીના શિષ્ય શ્રી ઉત્તમવિજયજીને ભાવનગરના ચોમાસામાં આગમોનો અભ્યાસ કરાવ્યો હતો તે અંગેનો પાઠ “ઉત્તમવિજયજી નિર્વાણ રાસ”માં છે. તે આ પ્રમાણે –
ભાવનગર આદેશે રહ્યા, ભવિ હિત કરે મારા લાલ / તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ ! વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ / પન્નવણા અનુયોગદ્વાર, વળી શુભમતિ મારા લાલ ! સર્વ આગમની આજ્ઞા દીધી, દેવચંદ્રજી મારા લાલ | જાણી યોગ્ય તથા ગુણગણના વૃંદ મારા લાલ |
તપાગચ્છ, ખરતરગચ્છ અને અંચલગચ્છ વગેરે ગચ્છોના વિદ્વાન મુનિવરો પ્રત્યે તેમનો ઘણો પ્રેમભાવ હોવાથી તથા ગુણાનુરાગિતા, સમભાવદષ્ટિ અને આત્મજ્ઞાનિતા ઈત્યાદિ ગુણો તેઓમાં અતિશય વિકાસ પામેલા હોવાથી સર્વ ગચ્છોમાં તેમની હયાતિમાં જ તેઓની પ્રતિષ્ઠા-મહત્તા-ખ્યાતિ અને વિદ્વત્તા ઘણી પ્રસિદ્ધિને પામી હતી. શ્રી પઘવજયજીએ બનાવેલા “ઉત્તમવિજયજી નિર્વાણરાસ”માં જણાવ્યું છે કે -
ખરતરગચ્છમાંહે થયા રે, નામે શ્રી દેવચંદ્ર રે | જૈનસિદ્ધાન્ત શિરોમણિ રે, ધર્યાદિક ગુણવૃંદો રે ||
દેશના જાસ સ્વરૂપની રે
.....૨૨ ગુણોથી અલંકૃત વ્યક્તિત્વ વિક્રમ સંવત ૧૮૨૫ ના આસો સુદ-૮ ના રવિવારે બનાવેલા (તે દિવસે પૂર્ણતા પામેલા) “દેવવિલાસ રાસ”માં પ્રારંભમાં પૂજ્યશ્રીમાં સુંદર અદ્વિતીય ૨૨ ગુણો હતા તેનો ઉલ્લેખ તથા વર્ણન ત્યાં આપેલું છે. તે ૨૨ ગુણોનાં નામો આ પ્રમાણે છે. (૧) સત્યવક્તા (૫) નિષ્કપટી
(૯) સકલશાસ્ત્રપારગામી (૨) બુદ્ધિમાન (૬) અક્રોધી
(૧૦) દાનેશ્વરી (૩) જ્ઞાનવંતતા (૭) નિરહંકારી
(૧૧) વિદ્યાદાનશાળાપ્રેમી (૪) શાસ્ત્રધ્યાની (૮) સૂત્રનિપુણ
(૧૨) પુસ્તકસંગ્રાહક