________________
૫૦૬
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
અમે જૈન છીએ એટલે અમારા આગમની પ્રશંસા કરીએ છીએ આમ નથી. પરંતુ પ્રત્યેક વસ્તુ “નિત્ય-અનિત્ય છે” “ભિન્ન-અભિન્ન છે” “સામાન્ય-વિશેષાત્મક છે” આમ પરસ્પર વિરોધી દેખાતા પણ નયભેદથી વિવક્ષા કરીએ તો પરિપૂર્ણ અવિરોધીભાવે રહેલા અનંત અનંત ધર્મોની જોડીથી યુક્ત આ પદાર્થો છે અને તેવા જ પદાર્થો જૈનાગમોમાં વર્ણવ્યા છે. આમ જૈનાગમ જ આશ્રય કરવા જેવું ઉત્તમ, નિર્દોષ અને યુક્તિયુક્ત છે માટે અમે તેને સ્વીકાર્યું છે.
કોઈપણ ઋષિ-મુનિ ઉપર કે તેમનાં શાસ્ત્રો ઉપર રાગ અને દ્વેષ કર્યા વિના માત્ર મધ્યસ્થ દૃષ્ટિ રાખીને યથાર્થ નિરૂપણ હોવાથી અમે જૈન આગમનો સ્વીકાર કર્યો છે અને વિપરીત નિરૂપણથી ભરેલું વસ્તુનું સ્વરૂપ દેખવાના કારણે પરીક્ષાની વિધિમાં સત્ય તરીકે સિદ્ધ થવામાં અસમર્થ હોવાના કારણે અયથાર્થ હોવાથી અમે પરના આગમોનો ત્યાગ કર્યો છે. પરના આગમ પ્રત્યેના દ્વેષથી ત્યાગ કર્યો નથી. પરંતુ અયથાર્થ-નિરૂપણ હોવાથી ત્યાગયોગ્ય છે. માટે અમે તેનો ત્યાગ કરેલ છે. લોકતત્ત્વનિર્ણય નામના ગ્રંથમાં કહ્યું છે કે -
-
“પક્ષપાતો ન મે વીરે, ન દ્વેષ: પિતાવિg / યુક્તિમનુનું યસ્ય, તસ્ય વ્હાર્ય: પરિપ્ર: રૂટા
અમને (જૈનોને) મહાવીર પરમાત્મા ઉપર રાગ નથી અને કપિલ ઋષિ આદિ અન્ય દર્શનકારો પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેઓનું વચન યુક્તિયુક્ત હોય છે. તેઓના જ વચનનો સ્વીકાર કરવો જોઈએ. માટે અમે જૈન આગમ સ્વીકાર્યું છે તથા આ જ શ્લોક પૂજ્ય ઉપાધ્યાયજી કૃત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાં પણ ૪/૩ માં છે. તથા વળી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત અયોગવ્યવચ્છેદિકામાં ૨૯મા શ્લોકમાં પણ આમ જ કહ્યું છે. તે આ
પ્રમાણે -
न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीरप्रभुमाश्रयामः ॥२९॥
અમે જૈનોએ હે પ્રભુ ! અંધશ્રદ્ધામાત્રથી તમારા ઉપર પક્ષપાત (રાગ) કર્યો નથી અને દ્વેષમાત્રથી પર-દર્શનકારો ઉપર દ્વેષ કર્યો નથી, પરંતુ યથાર્થ આપ્તપણાની પરીક્ષા કરીને જ આપશ્રીને-વીરપ્રભુને અમે સ્વીકાર્યા છે. ૨૯ા
રાગથી સ્વીકાર્યું હોય અને દ્વેષભાવથી ત્યજ્યું હોય તે સારું નથી, પ્રશંસનીય નથી. કારણ કે દૃષ્ટિ જ દોષ ભરેલી છે, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી પરીક્ષા કરતાં જે યથાર્થ લાગ્યું તે સ્વીકાર્યું અને જે અયથાર્થ લાગ્યું તે ત્યજી દીધું છે તેથી ઉચિત જ કર્યું કહેવાય. જ્ઞા