________________
૧૮૯
જ્ઞાનમંજરી
શમાષ્ટક - ૬ अनन्तत्वपूर्वापराविरोधित्वादिस्वरूपे चमत्कारपूर्वकचित्तविश्रामः आज्ञाविचयधर्मध्यानम्, एवमपायादिष्वपि निर्झरभासनपूर्वं सानुभवचित्तविश्रान्तिः ध्यानम्, एवं शुक्लेऽपि, ईदृग्ध्यानवृष्टेः-मेघात् दया-स्वपरभावप्राणाघातनरूपा भावदया, तवृद्धितद्रक्षणहेतुत्वात् स्वपरद्रव्यप्राणरक्षणानिर्विषयत्वेन द्रव्यदयापि दयात्वेनारोपिता श्रीविशेषावश्यके (गाथा १७६३-६४) गणधरवादाधिकारे इति ।
વિવેચન - અહીં જ્યારે ધ્યાનરૂપી વૃષ્ટિ થવાથી દયારૂપી નદીનું પૂર વધે છે ત્યારે વિકારોરૂપી કાંઠાના વૃક્ષોનું સર્વથા ઉન્મેલન થાય છે. સંસારમાં જેમ મેઘ વરસવાથી નદીમાં પૂર આવે છે અને તે પૂરથી કાંઠા ઉપરનાં વૃક્ષો મૂલથી ઉખડી જાય છે અને નદીના પૂરમાં ખેંચાઈ જાય છે. તેમ ધ્યાનથી દયા વધે છે અને તેનાથી વિકારો નાશ પામે છે. ત્યાં ધ્યાન કોને કહેવાય ? તે સમજાવતાં કહે છે કે - અહીં ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ બે જ ધ્યાન લેવાં. કારણ કે વિકારોના નાશનું તે બે જ ધ્યાન કારણ છે. પણ આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન લેવાં. એક અંતર્મુહૂર્ત સુધી યાવત્ ચિત્તનું કોઈપણ એક વિષયમાં સ્થિર થવું તેને ધ્યાન કહેવાય છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે -
“કોઈપણ એક વિષયમાં અંતર્મુહૂર્ત સુધી ચિત્તની સ્થિરતા તેને ધ્યાન કહેવાય છે. આ વ્યાખ્યા છદ્મસ્થ જીવોને આશ્રયી છે. કેવલી ભગવંતોને તો યોગનો વિરોધ કરવો તે જ ધ્યાન કહેવાય છે.”
આત્માના શુભ અધ્યવસાયો થવામાં નિમિત્તભૂત એવા દેવ-ગુરુ (અને ધર્મના) સ્વરૂપમાં અદ્ભુતતા આદિ (અલૌકિકતા, પૂર્વાપર-અવિરુદ્ધતા, અતિશય સંગીનતા, ઉપકારકારિતા, રાગ-દ્વેષાદિ દોષરહિતતા ઈત્યાદિ) શ્રેષ્ઠ શ્રેષ્ઠ ભાવોથી યુક્ત એવા દેવગુરુના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા-સ્થિરતા કરવી તેને અહીં ધર્મધ્યાન કહેવાય છે અને તે આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારનું છે ત્યાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાની શ્રદ્ધા કરવી, તે જ સાચું અને સુંદર છે કે જે ભગવંતોએ કહ્યું છે. આવી અનુપમ નિર્ધારપૂર્વકની જે શ્રદ્ધા છે તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. ભગવંતની આ આજ્ઞા અનંતા વિષયોને સમજાવનારી હોવાથી અનંતત્વથી પૂર્ણ ભરેલી છે. તથા પૂર્વાપર (આગળ-પાછળ) કથનમાં ક્યાંય પણ વિરોધ ન આવે તેવી અવિરુદ્ધ ભાવોને પ્રતિપાદન કરનારી ભગવાનની વાણી છે. આવા પ્રકારના સ્વરૂપવાળા તીર્થંકરપ્રભુના વચનોમાં ચિત્તને ચમત્કાર ઉપજે તેવી સ્થિરતાપૂર્વક વિચારવું તે આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી તેમના વડે કહેવાયેલાં એવાં