________________
૨૩૪ ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર મોહરહિત જ્ઞાનપર્યાયમાં આત્માનું વર્તવું તે શુદ્ધોપયોગ કહેવાય છે અને આત્મભાવમાં જ પ્રીતિ-તન્મયતા એ ધૃતિ કહેવાય છે. ઉપયોગ શબ્દ પુલ્લિંગ હોવાથી પિતા છે અને ધૃતિ શબ્દ સ્ત્રીલિંગ હોવાથી માતા છે. રાગ અને દ્વેષ રહિત એવા આત્માએ શુદ્ધ એવા આત્મતત્ત્વના જ્ઞાનરૂપ પિતાનો જ આશ્રય કરવો જોઈએ અને તેમાં જ સ્થિરતા કરવા સ્વરૂપ પોતાની માતાનો આશ્રય કરવો જોઈએ. કારણ કે ઉદયરત્નજી કૃત સક્ઝાયમાં આવે છે કે
કોનાં છોરૂ કોનાં વાછોરૂ, કોનાં માય ને બાપ ! અંતકાલે જીવને જાવું એકલું, સાથે પુણ્ય ને પાપ એક રેoll
તેથી આહારપર્યાપ્તિ નામકર્મના ઉદયથી જેની કુક્ષિમાં આ જીવ ઉત્પન્ન થયો અને જેના શારીરિક ભાગનો આહાર કરીને પોતાનું શરીર બનાવ્યું તથા જેના આહારથી પોતાના શરીરની પુષ્ટિ-વૃદ્ધિ કરી તે લોકવ્યવહારથી માતા કહેવાય છે અને તેનો ઉપભોગ કરનાર વ્યક્તિને પિતા કહેવાય છે. આ સઘળો લૌકિક સંબંધ છે. જ્યારે આ જીવને આત્મદશાનું ભાન થાય છે ત્યારે મોહનો ત્યાગ કરવાના હેતુથી આ જીવ આ લૌકિક માતા-પિતાનો ત્યાગ કરીને ગુણાત્મક માતા-પિતાનો આશ્રય કરે છે. તેથી લૌકિક માતાપિતાને કહે છે કે હે માતાપિતા ! તમે મારો ત્યાગ કરો. એટલે તમે મારો મોહ ત્યજો અને મને સંયમ સ્વીકારવાની સંમતિ આપો. કારણ કે મેં તમારી કુક્ષિમાં જન્મ લીધો એટલે તમે મારાં માતા-પિતા બન્યાં, કહેવાયાં, પરંતુ નિશ્ચયનયથી “હું આપનો પુત્ર પણ નથી અને તમે મારાં માતા-પિતા પણ નથી.” આ તો એક ભવની સગાઈ માત્ર છે. શારીરિક સંબંધ હોવાથી ઉપચાર કરવામાં આવ્યો છે. આ જીવે અતીતકાલમાં સર્વે જીવોની સાથે માતા-પિતાના સંબંધો કરેલા છે. કહો કોને માતા-પિતા માનવાં? અને કોને માતા-પિતા ન માનવાં?
न सा जाइ न सा जोणी न तं ठाणं न तं कुलं । न जाया न मुआ, जत्थ जीवा वारणंतसो ॥
એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી અને એવું કોઈ કુલ નથી કે જ્યાં આ જીવ અનંતીવાર જન્મ્યો ન હોય અને મૃત્યુ પામ્યો ન હોય.
તેથી હે માતા-પિતા ! તમે મારો મોહ છોડો, મોહ એ કર્મબંધનું કારણ છે અને મને સંયમી થવાની રજા આપો. શુદ્ધોપયોગ આત્મક પિતા અને ધૃતિ રૂપ માતાનો આશ્રય મને કરવા દો. આ વિષય ઉપર “સુભાનું” કુમારનું એક દષ્ટાન્ત કહે છે -
जहा एगया भरहे खित्ते मगहजणवए सुवप्पाए नयरीए अरिदमण-नयमग्गहिए "वयरजंघो" राया । तस्स धारिणी देवी, तस्स उ "सुभाणु"नाम कुमरो अमरुव्व