________________
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯
ટીકા :“દ્રવ્યપૂનેતિ” ગૃહમેધિનાં-ગૃહસ્થાનાં મેવોપાસનારૂપા-આત્મન: सकाशाद् अर्हन् परमेश्वरः भिन्नः निष्पन्नानन्दचिद्विलासी । तस्योपासना - सेवना निमित्तालम्बनरूपद्रव्यपूजा उचिता - योग्या । तु-पुनः साधूनामभेदोपासनात्मिका परमात्मना स्वात्माभेदरूपा भावपूजा उचिता ।
૭૭૫
यद्यपि सविकल्पकभावपूजा गुणस्मरणबहुमानोपयोगरूपा भावपूजा गृहिणां भवति । तथापि निर्विकल्पोपयोगस्वरूपैकत्वरूपा भावपूजा निर्ग्रन्थानामेव ।
एवमाश्रवकषाययोगचापल्यपरावृत्तिरूपद्रव्यपूजाभ्यासेन अर्हद्गुणस्वात्मधर्मैकत्वरूपभावपूजावान् भवति, तेन च तन्मयतां प्राप्य सिद्धो भवति । इत्येवं साधनेन साध्योपयोगयुक्तेन सिद्धिः निष्कर्मता भवति ॥८॥
॥ इति व्याख्यातं भावपूजाष्टकम् ॥
વિવેચન :- દ્રવ્યપૂજાના અધિકારી કોણ ? અને ભાવપૂજાના અધિકારી કોણ ? અને તે શા માટે ? આ વિષય આ ગાથામાં સમજાવે છે.
દ્રવ્યપૂજા ભેદોપાસના સ્વરૂપ છે અને ભાવપૂજા અભેદોપાસના સ્વરૂપ છે. પૂજકનો આત્મા અને પૂજ્યનો આત્મા ભિન્ન સમજીને પૂજક આત્મા પૂજ્ય આત્માની જે પૂજા કરે તેને ભેદોપાસના રૂપ પૂજા કહેવાય છે. ગૃહસ્થો પોતાનું ઘર ચલાવવા સાવઘયોગવાળા છે તેથી તેઓ સાવધપૂજાના અધિકારી છે. સાધુઓ નિરવધ જીવનવાળા છે. તેથી તેઓ નિરવઘ પૂજાના અધિકારી છે.
ગૃહસ્થો જ્યારે જ્યારે અરિહંત પરમાત્માની પૂજામાં જોડાય છે ત્યારે ત્યારે આલંબન રૂપે અરિહંત પરમાત્માને ચિત્તમાં સ્થાપિત કરે છે. તેથી પોતાનો આત્મા અરિહંત પરમાત્માથી ભિન્ન તરીકે ભાસે છે. અર્થાત્ પોતાનો આત્મા ઉપાસક તરીકે દેખાય છે અને પ્રગટ થયેલા અનંત આનંદ અને અનંત જ્ઞાનના વિલાસી એવા જે અરિહંત પરમાત્મા છે તે ઉપાસ્ય તરીકે દેખાય છે. ઉપાસક એવો ગૃહસ્થ “ઉપાસ્ય એવા અરિહંત પરમાત્મા પ્રગટ ગુણવાળા છે.” મારાથી ભિન્ન છે. મારે તેવા થવાનું છે. હું તેવો નથી. આમ સમજીને ભેદબુદ્ધિપૂર્વક પરમાત્માની પૂજા-સેવા કરે છે તે ભેદોપાસના કહેવાય છે.
આ પરમાત્મા મારા ગુણોનો આવિર્ભાવ કરવામાં નિમિત્ત રૂપે આલંબનભૂત છે. હું જો તેઓની પૂજા-સેવા કરીશ તો તેવા શુભભાવથી મારાં કર્મો તુટશે અને મારા ગુણો મને પ્રગટ થશે. માટે મારા ગુણોની પ્રગટતામાં નિમિત્ત ભૂત અને મારાથી ભિન્ન દ્રવ્ય રૂપે રહેલા વીતરાગ અરિહંત પરમાત્માની હું પૂજા-સેવા કરું. આમ ભેદબુદ્ધિપૂર્વક પૂજા કરે છે