________________
૧૫૨
જ્ઞાનાષ્ટક - ૫
જ્ઞાનસાર
આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે “સ્વદ્રવ્યમાં, સ્વગુણમાં અને સ્વપર્યાયમાં રમણતા કરવી એ જ શ્રેષ્ઠતમ માર્ગ છે.'
પ્રશ્ન :- સ્વદ્રવ્ય-સ્વગુણ અને સ્વપર્યાય કોને કહેવાય ?
ઉત્તર ઃ- પોતાના ગુણોના આધારભૂત જે શુદ્ધ આત્મા તે સ્વદ્રવ્ય, કારણ કે ગુણોનો આધાર તે જ દ્રવ્યનું લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્રમાં જ કહ્યું છે કે “મુળપર્યાયવત્ દ્રવ્યમ્' તથા દ્રવ્યગુણપર્યાયના રાસમાં પણ કહ્યું છે કે -
-
“ગુણ પર્યાયતણું જે ભાજન, એકરૂપ તિહું કાલે રે ।
તેહ દ્રવ્ય નિજ જાતિ કહીએ, જસ નહીં ભેદ વિચાલે રે
જિનવાણી રંગે મન ધરએ ॥૨-૧॥
તથા એકદ્રવ્યના આશ્રયે જે રહે એવા અને અનાદિ-અનંતકાલ સુધી તે દ્રવ્યની સાથે રહેનારા અર્થાત્ સહભાવી, તથા અનંતપર્યાયોથી યુક્ત એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય ઈત્યાદિ સ્વરૂપ જે આત્મધર્મો છે તે સ્વગુણ કહેવાય છે. ઉપાદાનભૂત જે દ્રવ્ય જેમકે આ આત્મા એ દ્રવ્ય છે, તે એકના આશ્રયે જે રહે તે જ્ઞાનાદિ ધર્મોને ગુણ કહેવાય, તથા દ્રવ્ય અને ગુણ એમ ઉભયના આશ્રયે જે રહે તે પર્યાય કહેવાય. આ રીતે ઉભયના આશ્રયે પ્રગટ થનારા પર્યાયો કે જેના અર્થપર્યાય અને વ્યંજનપર્યાય એવા ભેદ-પ્રતિભેદ છે. તે સ્વપર્યાય. આમ શુદ્ધાત્મરૂપ સ્વદ્રવ્યમાં, સહભાવી જ્ઞાનાદિ સ્વગુણમાં અને ક્ષાયોપમિક તથા ક્ષાયિકભાવના સ્વપર્યાયોમાં જે તન્મયભાવે પરિણામ પામવા રૂપ “ચર્યા” એટલે કે તે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં જ વર્તવું તે જ શ્રેષ્ઠ છે. આત્મકલ્યાણકારી તત્ત્વ છે. સારાંશ કે આત્મદ્રવ્યમાં, આત્માના ગુણોમાં અને આત્માના જ શુદ્ધ પર્યાયોમાં પરિણમન પામવું એ જ આત્માને હિત કરનારું તત્ત્વ છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે
-
“જે આત્મા પોતાની સ્વભાવદશાનો જ જ્ઞાની છે. સ્વભાવ દશાનો જ ભોક્તા છે અને સ્વભાવદશા રૂપ વસ્તુધર્મમાં જ જે રમણતા કરે છે તે જ સાચો ઉત્તમ મહાત્મા પુરુષ છે તેના વિના બાકીના સર્વે પણ જીવો ભવરૂપ કાદવમાં જ રમનારા શૂકર (ભૂંડ તુલ્ય) છે.”
પર-અપર (બીજા-બીજા) દ્રવ્યમાં અને તેના ગુણ-પર્યાયોમાં રમણતાનો અનુભવ કરવો તે રમણતા (ઉપર કહેલી શ્રેષ્ઠતાથી) અન્યથા સમજવી. એટલે કે અહિતકારીઅકલ્યાણકારી જાણવી. પરદ્રવ્યની રમણતા એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. અન્યત્ર કહ્યું છે કે -